અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં બોલિવૂડની સાથે સાથે સાઉથના પણ ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. તેમાંથી એક થલાઈવા એટલે કે રજનીકાંતનું પણ સામેલ છે. તેઓ પત્ની અને પુત્રી સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા. જો કે, સોશિયલ મીડિયા પર રજનીકાંતની એક વીડિયોને કારણે ટીકા થઈ રહી છે. એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રજનીકાંતનું હેલ્પર સાથેનું વર્તન યુઝર્સને પસંદ નથી આવી રહ્યુ.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલ્યા. મહેમાનોની યાદીમાં સામેલ રજનીકાંતે પણ પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આમ તો તેમના ઘણા વીડિયો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જો કે, માત્ર તેમાંથી એક જ વીડિયો એવો છે જેણે બધાનું વધુ ધ્યાન ખેંચ્યું છે.
રજનીકાંતે આ સમયે પરિવાર સાથે પોઝ આપ્યો, પરંતુ આ દરમિયાન તેમણે પાછળ ઉભેલી તેમની હેલ્પરને હાથ વડે હટવાનો સંકેત આપ્યો, કારણ કે તે કેમેરાની ફ્રેમમાં ન આવે. અભિનેતાની આ હરકત ઘણા લોકોને પસંદ ન આવી અને કેટલાકે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ. આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરી, “મને મહિલાની ગરિમાની ચિંતા છે, તેને તેની જગ્યા બતાવવામાં આવી, કાશ તેની પાસે પણ આટલા જ પૈસા હોત તો તેણે અપમાન ન અનુભવ્યું હોત.”
અન્ય એક યુઝરે કમેન્ટ કરી કહ્યુ- “તેમણે તેમનો સામાન ઉપાડનારા લોકોનો આભાર માનવો જોઈએ.” અન્ય એક યુઝરે કહ્યું, “આ વ્યક્તિ અને તેનો પરિવાર ખૂબ જ ઘૃણાસ્પદ છે.” જણાવી દઇએ કે, રજનીકાંત આ સમયે સિંપલ લુકમાં જોવા મળ્યા હતા. તેમણે વાદળી ટી-શર્ટ, ગ્રે જીન્સ અને નેવી બ્લુ શૂઝ પહેર્યા હતા.
View this post on Instagram