આ વ્યક્તિએ રજનીકાંત સ્ટાઇલમાં બનાવ્યા ઢોંસા, હાથ એવા ચાલે છે કે જોઇને ચોંકી જશો, જુઓ વાયરલ વીડિયો

ઢોસાવાળાની રજનીકાંત સ્ટાઇલ થઇ ફેમસ, બનાવાથી લઇ પરોસવા સુધીનો અંદાજ છે અલગ, જુઓ વીડિયો

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો ચોંકાવી દે તેવા હોય છે તો કેટલાક વીડિયો હાસ્યકારક હોય છે. હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે તે એક ઢોંસા બનાવનાર વ્યક્તિનો છે. આ વ્યક્તિ એ રીતે ઢોસા બનાવે છે કે, લોકો જોતા જ રહી જાય.

તમે અલગ અલગ જાતના ઘણા ઢોંસા ખાધા હશે પરંતુ શું તમે રજનીકાંત સ્ટાઇલ ઢોંસો ખાધો છે ?

જો તમે મુંબઇ સ્ટ્રીટ ફૂડ પ્રેમી છો તો તમે ફેમસ મુથુ ઢોસા કોર્નરમાં આવ્યા હશો. અહીં તમે ટેસ્ટી મસાલા ઢોંસા અને મૈસુર મસાલા ઢોંસા ખાધા હશે. અહીંનો ટેસ્ટ જ નહિ પરંતુ ઢોંસા બનાવનારની સ્ટાઇલથી પણ લોકો આકર્ષિત થાય છે.

સોશિયલ મીડિયા પર જે વાયરલ થઇ રહ્યો છે તેેમાં મુથુ અંકલના હાથના ઢોંસાા ખાવા માટે લાંબી લાઇનો લાગે છે. અહીં સૌથી વધુ આક્રષિત કરે તેવી વસ્તુ છે ઢોંસા પરોસવાની રીત…

આ વીડિયોને સ્ટ્રીટ ફૂડ નામના ફેસબુક પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો ઢોંસા બનાવવાની રીત અને આ સાથે જ તેમાં વ્યકિત છે જે મુથુ અંકલ તેમના હાથ કેવા વીજળીની જેમ ચાલે છે. તેમની કામ કરવાની સ્ટાઇલથી લોકો ખૂબ આકર્ષિત થાય છે.

તેઓ જે રીતે ઢોંસા પરોસે છે તેનો અંદાજ જ કંઇ અલગ છે. ખબર અનુસાર, આ મુંબઇના દાદરમાં હિંદમાતા પાસે મુથુ ઢોંસા કોર્નર ચલાવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. લોકો કમેન્ટો પણ ખૂબ કરી રહ્યા છે.

મુથુ અંકલ રજનીકાંતના એટલા મોટા ચાહક છે કે, તેમના દ્વારા બનાવવામાં આવેલ ઢોંસાનું નામ “રજનીકાંત સ્ટાઇલ ઢોંસા” છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

તમે પણ જુઓ વાયરલ વીડિયો…

Shah Jina