આર્થિક તંગીથી પસાર થઈ રહ્યા છે Actor…પત્નીએ કહ્યું – અમારી બચત પૂરી થઈ ગઈ છે

અરે બાપ રે, ધોમ રૂપિયા કમાવનાર અભિનેતાની પત્નીએ કહ્યું, ‘બે વર્ષની સેવિંગ પૂરી-બધા જ પૈસા દવાખાનામાં…’

કોરોનાની બીજી લહેરે બધાને હચમચાવી નાખ્યા છે. લોકડાઉનને કારણે લોકોને આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ફિલ્મ અને ટીવી કલાકારોને પણ આમ ભોગવવું પડે છે.

કોરોનાએ બધાને ઝપેટમાં લઇ લીધા છે. ફિલ્મ્સનું શૂટિંગ પણ બંધ થઈ ગયું છે. નાના કલાકારોથી માંડીને આ મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો સુધી દરેક વ્યક્તિ મુશ્કેલી ભોગવી રહ્યું છે. અભિનેતા અને પ્રખ્યાત વોઇસ ઓવર કલાકાર રાજેશ ખટ્ટરની આર્થિક સ્થિતિ પણ આજકાલ સારી નથી.

રાજેશ ખટ્ટરની હાલત ખૂબ જ ખરાબ છે. કોરોનાને કારણે તેમની આખી મૂડી હવે ખતમ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તેઓ આર્થિક સ્થિતિથી ખૂબ જ ચિંતિત છે. રાજેશ ખટ્ટરની પત્ની વંદના સજનાની ધી ક્વિન્ટને આપેલા ઇન્ટરવ્યુમાં પરિવારની આર્થિક સ્થિતિ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે લોકો હાલમાં કયા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

વંદનાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં પોતાની સંપૂર્ણ બચત પૂરી થઇ ગઈ છે. અને મોટાભાગનો ભાગ પરિવારની સારવાર અને દવાઓ પાછળ ખર્ચવામાં થાય છે.વંદના સજનાની તેમના પુત્ર વનરાજના જન્મથી જ પોસ્ટ મોર્ટમ ડિપ્રેસનથી પીડાઈ રહી છે. ગયા વર્ષે મે મહિનામાં તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહી હતી.

રાજેશ ખટ્ટર પહેલા પણ ઘણા ફિલ્મ અભિનેતાએ દાવો કર્યો હતો કે તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે. અભિનેતા ઇશાન ખટ્ટરના પિતા રાજેશ ખટ્ટર છે. ઇશાન રાજેશની પહેલી પત્ની નીલિમા અઝીમનો પુત્ર છે.

Patel Meet