અમદાવાદથી ઉપડેલી બસ ઘૂસી ગઇ ટ્રેલરમાં, ગુટખા થૂંકવા ડ્રાઇવરે બહાર નીકાળ્યુ હતું મોઢુ, 4 યાત્રીઓએ તોડ્યો દમ

ગુટખા બીજા માટે પણ હાનિકારક બની, ડ્રાઇવરના ગુટખા થૂંકવાથી બગડ્યુ બસનું બેલેન્સ, દર્દનાક અકસ્માતમાં 4ની મોત

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર ડ્રાઇવરની બેદરકારીને કારણે તો ઘણીવાર સામેના વાહનને કારણે અકસ્માતો થતા રહે છે. આવા અકસ્માતોમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે, તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થઇ જતા હોય છે. હાલ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકોની મોત થઇ ગઇ છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.

હાલ ઘાયલોની સારવાર ચાલુ છે. સાથે જ પોલિસે લાશને કબ્જે કરી જિલ્લા હોસ્પિટલની મોર્ચરીમાં રાખી છે. રાજસ્થાનના કોટા જિલ્લાના સિમલિયા પોલિસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે 27 પર મંગળવારના રોજ સવારે દર્દનાક અકસ્માત થયો હતો. ઘટના સમયે બસમાં સવાર યાત્રીઓ સૂઇ રહ્યા હતા. આ બસ ગુજરાતથી ઉત્તર પ્રદેશ તરફ થઇ રહી હતી. પોલિસે જણાવ્યુ કે, ઉત્તર પ્રદેશ રાજ્યની સ્લીપર કોચ બસમાં 50થી વધુ લોકો સવાર હતા અને આ બસ કરાડિયા પેટ્રોલ પંપ નજીક અકસ્માતનો શિકાર બની હતી. જેમાં 3 લોકોની ઘટનાસ્થળે જ મોત થઇ ગઇ હતી અને એકે કોટા હોસ્પિટલમાં સારવાર દરમિયાવન દમ તોડ્યો હતો.

ઘટનાની સૂચના બાદ ગ્રામીણ પોલિસ અધાક્ષક સહિત અન્ય પોલિસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બસમાં સવાર મુસાફરોએ જણાવ્યું કે સિમલિયા ટોલ પ્લાઝાને પાર કર્યા પછી બસ રોકાઈ ગઈ હતી અને બસ ડ્રાઈવરે ગુટખા પણ ખાધા હતા. બસ રવાના થતાં જ અચાનક બસના ચાલકે ગુટખા થૂંકતા આગળ વધી રહેલા ટ્રેલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે બસનું સંતુલન ખોરવાઈ ગયું અને બસનો એક ભાગ ટ્રેલરના પાછળના ભાગ સાથે અથડાઈ ગયો હતો. પોલીસનું કહેવું છે કે બસમાં 3 ડ્રાઈવર હાજર હતા.

જેમાંથી બેના મોત નિપજ્યા હતા અને બસ ચલાવનાર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બસ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક મુસાફરોની હાલત ગંભીર છે. એક મુસાફરનું કહેવું છે કે બસમાં ઘણા મુસાફરો સૂતા હતા. જેના કારણે મુસાફરોને પોતાને બચાવવાની તક પણ મળી ન હતી અને આ બસ અકસ્માતનો ભોગ બની હતી. જે જગ્યાએથી બસને નુકસાન થયું હતું ત્યાં ઘણા મુસાફરો ફસાયા હતા, જેમને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ડોક્ટરોનું કહેવું છે કે હજુ પણ ઘણા મુસાફરોની હાલત ગંભીર છે. તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Shah Jina