BREAKING : બે મહિના પછી જેલમાં રાજ કુંદ્રા બહાર આવશે- શિલ્પાના ફેન્સ જાણીને ઉછળી પડશે

ગંદી ગંદી ફિલ્મો બનાવીને અને પ્રસારિત કરવાના કેસમાં શિલ્પા શેટ્ટીનો બિઝનેસમેન હસબન્ડ રાજ કુંદ્રા છેલ્લાં બે મહિનાથી જેલમાં બંધ હતો. શિલ્પાના હસબન્ડની 19 જુલાઈના રોજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ બિઝનેસમેનને બે મહિના પછી આખરે જામીન મળ્યા છે. મેજિસ્ટ્રેટ કોર્ટે 50 હજાર રૂપિયાના બોન્ડ પર રાજ કુંદ્રાને જામીન આપ્યા છે. બિઝનેસમેને શનિવાર, 18 સપ્ટેમ્બરના રોજ જામીન અરજી દાખલ કરી હતી અને પોતાને ‘બલિનો બકરો’ બનાવવામાં આવતો હોવાની વાત કહી હતી. તેણે કહ્યું હતું કે તેના વિરુદ્ધ કોઈ પુરાવા નથી.

બિઝનેસમેને પોતાની જામીન અરજીમાં જણાવ્યું હતું કે આખી સપ્લિમૅન્ટરી ચાર્જશીટમાં એક પણ આરોપ રાજ વિરુદ્ધ નથી, જે સાબિત કરે કે કોઈ વીડિયો શૂટિંગમાં રાજ સક્રિય રીતે સામેલ હતો. એમાં દાવો કરવામાં આવ્યો છે કે કુંદ્રાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેનું નામ પોલીસે જબરજસ્તી કેસમાં સામેલ કર્યું છે.

વધુમાં તેમાં કહેવામાં આવ્યું છે કે આની પાછળનું કારણે તો એજન્સી જ કહી શકે છે, પરંતુ તેને ‘બલિનો બકરો’ બનાવવામાં આવ્યો છે. તપાસમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે કુંદ્રાનું ‘આપત્તિજનક સામગ્રી’ બનાવવાના કોઈ પણ ગુનામાં દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી.

બૉલીવુડ દિગ્ગજ એક્ટ્રેસ શિલ્પાના પતિની ધરપકડ પછી ખુબ જ ચર્ચામાં રહે છે. તેના પતિ રાજ કુન્દ્રાની ગંદી ફિલ્મો બનાવવા અને તેને પ્રસારિત કરવાના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી છે. જેના બાદ શિલ્પા હવે તેના જુના રંગમાં પણ પાછી ફરતી જોવા મળી રહી છે.

Image sourceઆ કેસના કારણે તે ઘણા સમય સુધી મીડિયાની સામે ના આવી પરંતુ હવે તે તેના જીવનમાં આગળ વધી રહી છે. તે રિયાલિટી શોમાં પણ પરત જવા લાગી છે, અને હવે આ મુસિબતોની વચ્ચે ઈશ્વર પ્રત્યે પણ તેની આસ્થા વધતી જોવા મળી રહી છે.

શિલ્પા શેટ્ટીના જીવનમાં આવેલી મુસીબતોને દૂર કરવા માટે શિલ્પા થોડા દિવસ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચી હતી. જેની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. તસ્વીરોમાં તે ઘોડા ઉપર બેઠેલી જોવા મળી રહી છે. માતાના દરબારમાં પહોંચતી વખતે શિલ્પા “જય માતા દી”ની જયજય કાર કરતી પણ જોવા મળી હતી.

શિલ્પા શેટ્ટીએ  આ દરમિયાન એમ પણ જણાવ્યું કે માતાના દરબારમાં આવીને ખુબ જ સારું લાગી રહ્યું છે. શિલ્પાએ કહ્યું કે, “બહુ જસારું લાગ્યું, બહુ જ દિવસ પછી તેડું આવ્યું છે.” તમને જણાવી દઈએ કે તે હેલીકૉપ્ટર દાવર માતા વૈષ્ણો દેવી ભવન જવાની હતી, પરંતુ ત્રિકુટા પર્વતની આસપાસ ધુમ્મ્સ હોવાના કારણે હેલીકૉપ્ટર સેવા સ્થગિત કરી દેવામાં આવી. જેના કારણે શિલ્પા શેટ્ટીને ચાલીને ભવન તરફ રવાના થવું પડ્યું.

YC