ટપ્પુએ બતાવી નટુકાકાની મોત પહેલાની તસવીર, જણાવી કેવી હતી અંતિમ મુલાકાત

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં નટુકાકાનો રોલ પ્લે કરીને ફેમસ થઇ જનાર ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેંસરથી પીડિત હતા. તેમના નિધન બાદ તારક મહેતાની પૂરી સ્ટાર કાસ્ટમાં શોકની લહેર છે. શોના કલાકારો આ હકિકતને સ્વીકાર નથી કરી શક્યા કે હવે બધાના પ્રેમાળ નટુકાકા આપણી વચ્ચે રહ્યા નથી. ત્યારે આ વચ્ચે તારક મહેતામાં ટપ્પુનો રોલ પ્લે કરી રહેલ અભિનેતા રાજ અનડકટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

રાજ અનડકટે ઘનશ્યામ નાયકને યાદ કરી સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તસવીરમાં રાજ અને ઘનશ્યામ નાયક મેકઅપ રૂમમાં સાથે જોવા મળી રહ્યા છે. આ સેલ્ફી તસવીરમાં ઘનશ્યામ નાયક ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. તસવીર શેર કરતા રાજે કેપ્શનમાં લખ્યુ છે કે, હું અને કાકા મેકઅપ રૂમ શેર કરી રહ્યા હતા અને તેઓ ઘણા સમય બાદ સેટ પર આવ્યા હતા.

રાજે આગળ લખ્યુ કે, તેઓ ઘણા સમય બાદ સેટ પર પાછા આવી ખૂબ જ ખુશ હતા. તેમણે મને મારા પરિવાર વિશે પૂછ્યુ અને કહ્યુ સરસ, ભગવાન બધાનું ભલુ કરે. રાજે લખ્યુ કે, આટલી ઉંમરે લગન અને મહેનત ખરેખર પ્રશંસાને પાત્ર છે. અમે એ કયારેય નહિ ભૂલીએ કે તેઓ જે શેર કરતા હતા. કાકા તમને હંમેશા યાદ કરવામાં આવશે.

જણાવી દઇએ કે, તારક મહેતા શોમાં નટુકાકા જેઠાલાલની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સમાં કામ કરતા જોવા મળતા હતા. એવામાં તેમના નિધનની જાણકારીથી તેમના ચાહકોને ઘણો ઊંડો આઘાત લાગ્યો છે. બધા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘનશ્યામ નાયકે વર્ષ 1960માં આવેલી ફિલ્મ “માસૂમ”થી અભિનયની શરૂઆત કરી હતી. તેમણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તે “હમ દિલ દે ચૂકે સનમ”માં પણ જોવા મળ્યા હતા. તેમને અસલી સફલતા “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોથી મળી હતી.

Shah Jina