લો બોલો.. આ કાકા કાકીએ લગ્નમાં રૂપિયાની બદલે ઉડાવ્યું સોનુ, વીડિયો જોઈને લોકો રહી ગયા હક્કાબક્કા, બોલ્યા “ED ક્યાં છે ?”, જુઓ

લગ્નમાં કન્યા પર થયો સોનાના સિક્કાનો વરસાદ, જોઈને લોકો પણ રહી ગયા હેરાન, વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે, જુઓ

Rained gold at the wedding : હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે. ઘણા વીડિયોની અંદર લગ્નમાં બનતી કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે, જે આપણા પણ હોશ ઉડાવી દે. આપણા દેશમાં મોટાભાગે થતા લગ્નની અંદર તમે વરઘોડામાં કે ડાન્સ દરમિયાન નોટોના બંડલ ઉડાવતા જોયા જ હશે, આ વસ્તુઓ તો હવે સામાન્ય લાગે, પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નોટોની જગ્યાએ સોનુ ઉડી રહ્યું છે.

સોનાના સિક્કાનો વરસાદ :

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક પુરુષ અને એક મહિલા દુલ્હન પર નોટો નહીં પરંતુ સોનાના સિક્કા વરસાવી રહ્યા છે. જ્યારે અન્ય લોકો આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તે સોનાના સિક્કાની સાથે નોટો પણ ઉડાવે છે, જેને જોઈને સ્પષ્ટ થાય છે કે આ વીડિયો ભારતનો નથી પરંતુ પાકિસ્તાનનો છે.

પાકિસ્તાનનો વીડિયો :

પાકિસ્તાનનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો લાઈમલાઈટ મેળવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. આ ક્લિપ @viralbhayani દ્વારા Instagram પર પોસ્ટ કરી અને લખ્યું – સોનાનો વરસાદ. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક અને લાખો વ્યૂઝ મળી ચુક્યા છે.

યુઝર્સ રહી ગયા હેરાન :

આ ઉપરાંત સેંકડો યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે “ED ક્યાં છે?” બીજાએ લખ્યું  “પૈસાનો વરસાદ સાંભળ્યો હતો, પરંતુ સોનાનો વરસાદ નહીં.” જ્યારે કેટલાકે કહ્યું કે “આટલો બધો શો-ઑફ શા માટે?” આ ઉપરાંત પણ બીજા ઘણા યુઝર્સ આ વીડિયો પર ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel