અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યને ફરી ઘમરોળી શકે છે વાવાઝોડું, દિવાળી બગડવાની

દિવાળીમાં તમારા ફટાકડાનું થઇ શકે છે સુરસુરિયું, અંબાલાલ પટેલે વરસાદ અને વાવાઝોડાને લઈને કરી મોટી આગાહી, જાણો શું કહ્યું…

દેશભરમાં એક રીતે ચોમાસાએ વિદાય લઇ લીધી છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોની અંદર ઠેર ઠેર છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઘણી જગ્યાએ વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી પણ સામે આવી છે જેને લઈને ગુજરાતીઓ પણ ચિંતામાં મુકાયા છે. તહેવારોના સમયને લઈને જ કરવામાં આવેલી આ આગાહીના કારણે હવે મુશેક્લીઓમાં પણ વધારો થયો છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક સ્થળો ઉપર વરસાદ પણ થઇ શકે છે. તહેવારોના સમયમાં જ વાતાવરણમાં પલટો આવી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે દિવાળી પર વરસાદની વકી છે જેના કારણે ધનતેરસથી લઈને બેસતા વર્ષ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે. તેમેં એમ પણ જણાવ્યું કે દિવાળી ઉપર જો વરસાદ પડે તો 2023નું ચોમાસુ સારું જાય.

અંબાલાલ પટેલે જણાવ્યું કે જો દિવાળી ઉપર વરસાદ થશે તો ખેડૂતો માટે 2023નું ચોમાસુ લાભ કરાવી શકે છે. જેના કારણે અંબાલાલની આગાહી ખેડૂતો માટે એકરીતે સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના માટે અંબાલાલ પટેલે જણાવ્યું કે 14 ઓક્ટોબરથી લઈને 17 ઓક્ટોબર સુધી હવામાનમાં પલટો આવી શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

વાવાઝોડા વિશે જણાવતા અંબાલાલ પટેલે કહ્યું કે આ દરમિયાન ફરી એક વાવાઝોડું આવી શકે છે, આ વાવાઝોડાની અસર પૂર્વ ભારત પર થઇ શકે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં વરસાદ થઇ શકે છે, તો દિવાળીના વરસાદની આગાહી સાથે અંબાલાલ પટેલે 18મી બાદ પાછોતરો વરસાદ નહિ થવાની પણ આગાહી કરી છે. જો તહેવારોની મોસમ હોય મોટાભાગના લોકો ફરવા માટે જતા હોય છે, ત્યારે અંબાલાલ પટેલની આ આગાહીના કારણે લોકોમાં પણ ચિંતા પ્રસરી છે.

Niraj Patel