હે ભગવાન આવું દુઃખ કોઈને ન આપતો પ્લીઝ..! દોઢ વર્ષની દીકરીની નજર સામે માં-બાપનું મૃત્યુ થયું
Raigarh Accident News : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર અકસ્માતની ખબર સામે આવે છે. ઘણીવાર આવા અકસ્માતમાં કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં વધુ એક અકસ્માતની ખબર સામે આવી છે. છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું છે. બંને બાઇક પર સવાર થઇને એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં ટ્રેલરે બંનેને ટક્કર મારી અને જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં બે બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત ખરસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. મળતી માહિતી અનુસાર, પુસૌર પોલીસ સ્ટેશન વિસ્તારના જતરી ગામ નિવાસી તોરેશ પટેલ, પત્ની બીના પટેલ, પુત્રી વેદાંસી પટેલ અને ભત્રીજા શ્રેયાંશ પટેલ સાથે શનિવારે રાત્રે બહાર નીકળ્યા હતા,
બધા જ રાનીસાગર પાસે પહોંચ્યા કે આ સમયે દુર્ઘટના બની. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેલર તેજ ગતિએ આવી રહ્યું હતું. જેણે સામેથી ટક્કર મારી હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાળકોને ઈજા પહોંચી હતી. બીજી તરફ ઘટના બાદ આરોપી ટ્રેલર ચાલક વાહન મુકીને ભાગી ગયો હતો,
જ્યારે અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ત્યારબાદ ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રવિવારે પોલિસે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રેલર કબજે કરી આરોપી ડ્રાઈવરની શોધ શરૂ કરી હતી.