ગજાનંદના પૌઆ ખાવા ગમે છે? જુઓ પૌઆમાંથી આ શું નીકળ્યું? આજ પછી ખાવાની હિમ્મત નહિ થાય

અમદાવાદીઓ હિમ્મત હોય તો જ આ વાંચજો…પૌઆમાંથી જે નીકળ્યું એ જોઈને ચીતરી ચડશે

આજે મોટાભગના લોકો ખાણીપીણી માટે બહારનું ખાવાનું ખુબ જ પસંદ કરતા હોય છે અને તેવામાં પણ અમદાવાદીઓની તો વાત જ કંઈક અલગ છે, પરંતુ ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે જેને જાણીને તમે પણ હેરાન રહી જાઓ, ઘણીવાર નામચીન બ્રાન્ડના ખાવામાં વંદા અને જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવે છે. હાલ એવી જ એક ઘટના અમદાવાદના પ્રખ્યાત પૌઆ સેન્ટર ગજાનન પૌઆમાંથી આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરનાં પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા પ્રખ્યાત પૌંઆ હાઉસમાં આપવામાં આવતા પૌંઆમાંથી ઈયળ નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.  પૌંઆ ખાવા ગયેલા વ્યક્તિ કડવો અનુભવ થતા તેણે વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. વીડિયોના આધારે એએમસી આરોગ્ય વિભાગની સ્પેશિયલ ફ્લાઇંગ સ્કોડ ટીમ દરોડા પાડ્યા હતા.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર વાસણા વિસ્તારમાં રહેલા અભિષેક શાહ અને શાહપુરમાં રહેતા બ્રિજેશભાઇને આજે સવારે શહેરમાં જાણિતા ફુડ ઝોન ગંજાનંદ પૌંવા હાઉસ જે પરિમલ ગાર્ડન ચાર રસ્તા પર આવેલ છે ત્યાં નાસ્તો કરવા પૌંવા ઓડર આપ્યો હતો. પરંતુ   તેમના ખાવાની મજા ત્યારે બગડી ગઈ જયારે તેમને પૌઆમાં ઈયળ જોઈ.  પણ તેમને પોતાના મોબાઈલમાં બનાવી લીધો હતો અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ બાબતે ભોગ બનનારા અભિષેક શાહે મીડિયાને જણાવ્યુ હતુ કે “અમારો ટ્રાવેલીગનો વ્યવસાય છે. જેના કારણે સવારે અથવા મોડી રાત્રે અહીં ચા નાસ્તો કરવા માટે આવીએ છીએ . પરંતુ આજે સવારે પાંચ કલાકે જ્યારે અહીં પૌઆનો ઓડર આપ્યો અને પૌઆ ખાવાની શરૂઆત કરી ત્યારે પૌવાના બાઉલમા પીળા કલરની ઇયળ જોઇ ચોકી ઉઠ્યા હતા. આ અંગે માલિક સાથે વાત કરી પરંતુ તેઓ દ્વારા ઉદ્ધતિય વર્તન કરવામાં આવ્યું હતુ. એક તરફ આરોગ્ય સાથે ચેડા કર્યા માફિ માંગવાના બદલે ધમકાવવાની સ્થિતિ ઉભી થઇ હતી.

તો  અભિષેક ભાઈ સાથે આવેલા બ્રિજશભાઇએ જણાવ્યુ હતુ કે “પૌઆ હાઉસ રાત્રી કર્ફ્યુના સમયે પણ કેમ ચાલી રહ્યું છે તે એક મોટો સવાલ છે. આરોગ્ય વિભાગ અને પોલીસ ગંજાનંદ પૌઆ હાઉસ ઉપર કાર્યવાહી કરવી જોઇએ. કારણ કે લોકોના આરોગ્ય હાની પહોંચાડવાનું કામ કર્યું છે. આજે ગંજાનંદ પૌઆ હાઉસનો ખરાબ અનુભવ થયો છે.

Niraj Patel