ગુજરાત ટાઇટન્સને છેલ્લા બોલમાં છગ્ગો મારી અને જીત અપાવનારા રાહુલ તેવટિયાના થઇ રહ્યા છે વખાણ, વીરેન્દ્ર સહેવાગ અને રણવીર સિંહ બન્યા ફેન

IPLનો રોમાન્ચ દિવસે દિવસે જાણે વધી રહ્યો હોય તેમ લાગે છે, દરેક મેચ ખુબ જ રસપ્રદ બની રહી છે, આ વખતે આઇપીએલમાં બે નવી ટીમો સામેલ થઇ છે, લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ. આ બંને ટીમોના પર્ફોમન્સ જોઈને દર્શકો પણ ખુશ થઇ રહ્યા છે, એક તરફ જ્યાં મુંબઈ અને ચેન્નાઇ જેવી ટીમો હજુ જીતનું ખાતું નથી ખોલાવી શકી ત્યાં લખનઉ ચારમાંથી 3 મેચ જીતી ગયું છે અને ગુજરાત ટાઇટન્સનો સતત ત્રીજી મેચમાં પણ વિજયરથ આગળ ધપતો  જોવા મળ્યો.

ગઈકાલે ગુજરાત  મેચ પંજાબ કિંગ્સ ઇલેવન સામે રમી અને આ મેચ પણ ખુબ જ રોમાંચક મોડ ઉપર પહોંચી ગઈ હતી, છેલ્લા બોલે ગુજરાત ટાઇટન્સ તરફથી બેટિંગ કરી રહેલા રાહુલ તેવટિયાએ છેલ્લા બોલ ઉપર જીત માટે 6 રન બાકી હતા ત્યારે છગ્ગો મારી અને મેચ જીતાડી હતી. ત્યારે હવે રાહુલ તેવટિયાના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

આ મેચમાં શુભમન ગીલે 96 રન બનાવ્યા અને તે તેની પ્રથમ આઈપીએલ સદી ચૂકી ગયો. ગિલે 59 બોલમાં 96 રન બનાવ્યા હતા. તે રબાડાના હાથે કેચ આઉટ થયો હતો. રાહુલ ટીઓટિયાએ 3 બોલમાં અણનમ 13 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મેથ્યુ વેડે 6 અને સાઈ સુદર્શને 35 રન બનાવ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો તેવટિયા પર કોમેન્ટ કરી રહ્યા છે.

રાહુલ તેવટિયાની આ જબરદસ્ત બેટિંગ જોઈને માત્ર દર્શકો જ નહિ પરંતુ દિગ્ગજ ક્રિકેટરો પણ ખુશ થઇ ગયા અને તેના વખાણ કરી રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ રાહુલ તેવટિયાના વખાણ કર્યા છે, તેમને સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કરી છે અને કહ્યું છે કે, “વાહ ભગવાન તેવટિયા,…. પંજાબ કિંગ્સ ડગઆઉટમાં તેમની પ્રતિમાની જરૂર છે. સ્મિથ દ્વારા 2 બોલમાં 13 રનની જરૂરત હતી ત્યારે તખ્તોપલટ કરવા શું દિમાગ લગાવ્યું છે.” આ ઉપરાંત રણવીર સિંહે પણ ટ્વીટ કરીને રાહુલના વખાણ કર્યા છે.

Niraj Patel