VIDEO: દયનિય સ્થિતિમાં ભારતીય વિદ્યાર્થીઓ, યુક્રેની સૈનિકોએ ઢીકા પાટુની સાથે લાકડી વડે માર્યો માર

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 4 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાય છે. તો બીજી તરફ યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી સાથે મારપીટનો એક વિડીયો સામે આવ્યો છે. જેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા નારાજ થયા છે. રાહુલ ગાંધીએ આ વિડીયો તેમના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. તેમણે લખ્યું કે, આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. કોઈપણ વિદ્યાર્થીઓ સાથે આવુ વર્તન ન થવું જોઈએ. ભારત સરકારે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને બને તેટલી વહેલી તકે વિદ્યાર્થીઓને વતન પરત લાવવા જોઈએ. આપણે આપણા લોકોને છોડી ન શકીએ.

યૂક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માથે નવું સંકટ પેદા થયું છે. પોલેન્ડની સીમા પર પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેનના સુરક્ષાદળોએ મારપીટ કરી અને તેમને ધમકાવ્યા પણ છે. હાલમાં આ વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આરોપ એવો પણ છે કે એક વિદ્યાર્થી સાથે સુરક્ષા દળોએ એટલી હદે મારપીટ કરી કે તે વિદ્યાર્થીનો હાથ તુટી ગયો. આ ઉપરાંત તેમને ડરાવવા માટે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. આ સૈનિકોએ એવો આરોપ લગાવ્યો કે ભારત સરકાર અમારો સાથ નથી આપતી એટલે અમે તમારી મદદ નહીં કરીએ.

આ ઘટના બન્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓ હવે રોમાનિયા અને બીજા દેશની બોર્ડર પર જવા મજબૂર બન્યા છે. પોલેન્ડ સુધી પહોંચવા માટે યુક્રેની બોર્ડર પાર કરવી ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. આ ઉપરાંત પોલેન્ડ બોર્ડર સુધી પહોંચવા માટે ભારતીય દૂતાવાસ ફોન ન ઉડાડતું હોવાનો આરોપ પણ વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે. જેને લઈને હવે વિદ્યાર્થીઓએ ત્યાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

Sushma Swaraj Ukraine Indian Embassy | Indian Students Trapped In Ukraine As Russian Invasion | एक ट्वीट पर भेज देती थीं जहाज, आज एंबेसी को 500 फोन करके भी फंसे हैं इंडियंस - Dainik Bhaskar

એક ભારતીય વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, અમારા સહપાઠીઓ સાથે યુક્રેનના સુરક્ષા દળોએ કરેલી મારપીટ બાદ અમે પોલેન્ડ બોર્ડર જવાની હિમત નથી દાખવી રહ્યા અને હાલમાં અમે યુનિવર્સિટીમાં જ કેદ થઈને બેઠા છીએ. અમે અહિંયાથી પોલેન્ડ બોર્ડર પર ત્યાં સુધી નહીં જઈએ જ્યા સુધી અમારી સુરક્ષાની પુરી વ્યવસ્થા ન કરવામાં આવે.

તો બીજી તરફ ભારત સરકાર યુક્રેન સાથે જોડાયેલ દેશ પોલેન્ડ, હંગેરી, રોમાનિયાની બોર્ડર સુધી પહોંચ્યા બાદ મદદનો દાવો કર્યો છે. પરંતુ સ્થિતિ એવી છે કે અહિયાની બોર્ડર પર ભારતીય લોકોને કોઈ યોગ્ય મદદ મળી રહી નથી. આપણા વિદ્યાર્થીઓને ઘણા કિમી ચાલ્યા બાદ પાણી કે ખાવાનું પણ મળી રહ્યું નથી. માઈનસ ચાર ડિગ્રી તાપમાનમાં ભારતીય વિદ્યાર્થીઓ આમ તેમ ભટકી રહ્યા છે. દજેના ઘણા વિડીયો પણ વાઈરલ થયા છે.

YC