રાહુલ ગાંધી વિદેશી યુવતી સાથે નાઈટક્લબમાં દેખાયા, વીડિયો જોઈને ચોંકી ઉઠશો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી હાલ નેપાળના પ્રવાસે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે નેપાળ ગયા હતા. આ દરમિયાનનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કાઠમંડુના પ્રખ્યાત પબ લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ ખાતે જોવા મળી રહ્યા છે. આ અંગે ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, ‘આ રાહુલ ગાંધીના અંગત જીવનનો મામલો નથી.

રાહુલ ગાંધી કોની સાથે છે ? શું ચીનના એજન્ટો સાથે છે ? શું રાહુલ ગાંધી સેના વિરૂદ્ધ ટ્વિટ કરે છે તે ચીનના દબાણમાં છે ? સવાલ તો પૂછવામાં આવશે? સવાલ રાહુલ ગાંધીનો નથી, પરંતુ દેશનો છે.’ ત્યાં, બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું હતું કે જ્યારે મુંબઇ સીઝ હતુ તે સમયે તે એક નાઇટ ક્લબમાં છે જયાં તેમની પાર્ટી ખત્મ થઇ રહી છે. આ એક જેવું છે. જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 5 દિવસની અંગત મુલાકાતે સોમવારે નેપાળ પહોંચ્યા હતા.

રાહુલ ગાંધી નેપાળમાં તેમના રોકાણ દરમિયાન કેટલાક પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લઈ શકે છે. મળતી માહિતી મુજબ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નેપાળથી તેમની મિત્ર સુમનિમા ઉદાસના લગ્નમાં હાજરી આપવા કાઠમંડુ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો સામે આવ્યાના ઘણા કલાકો બાદ સુધી તો રાહુલ ગાંધીનું વીડિયો વિશે કોઇ રિએક્શન આવ્યુ ન હતુ. પરંતુ પ્રવક્તા રણદીપ સુરજેવાલા અનુસાર, રાહુલ ગાંધી તેમના એક મિત્રના લગ્નમાં નેપાળ ગયા છે.

તે એક જર્નાલિસ્ટ છે. મિત્રો-પરિવારનું હોવું અને લગ્નોમાં હાજરી આપવી આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. આ વસ્તુને દેશમાં ક્રાઇમ ન ગણી શક્યા. તેમણે કહ્યુ કે, હવે BJP એવું પણ નક્કી કરે કે લગ્નમાં જવું ગેરકાયદે છે અને મિત્રો બનાવવા ગુનો છે. કાઠમંડુના રહેવાસી ભૂપેન કુંવરે ફેસબુક પર બે વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાંથી એક વીડિયોમાં રાહુલ ગાંધી ફોનમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તો બીજા વીડિયોમાં તે એક યુવતી સાથે ઊભા જોઇ શકાય છે. કેટલાક રીપોર્ટ્સ અનુસાર આ યુવતીને નેપાળમાં ચીનની રાજદૂત હોઉ યાન્કી જણાવવામાં આવી રહી છે.

Shah Jina