“ડાંસ દીવાને”માં આ દીકરીની મજાક કરવી રાઘવને પડી ભારે, એવો ફસાયો કે વીડિયો પોસ્ટ કરીને માંગવી પડી માફી

ટીવી ઇન્ડસ્ટીનો જાણિતો હોસ્ટ અને કોરિયોગ્રાફર રાઘવ જુયાલ, જે પોતાની મજાકિયા સ્ટાઈલ અને સ્લો મોશન ડાંસ માટે જાણીતો છે, તે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આ દિવસોમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વિચિત્ર ભાષામાં વાત કરતો જોવા મળી રહ્યો છે. રાઘવ પર નસ્લવાદીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રાઘવ વિચિત્ર ભાષામાં વાત કરતો જોવા મળી રહ્યો છે અને ગુવાહાટીની એક છોકરીને તેના પરફોર્મન્સ માટે બોલાવતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયો સામે આવતા જ લોકો તેના વિશે અભદ્ર વાતો કહી રહ્યા છે. તેને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં મામલો વધી જતાં રાઘવે માફી પણ માંગવી પડી હતી. શોના એક એપિસોડની રાઘવની એક નાની ક્લિપ વાયરલ થઈ રહી છે. આમાં તે કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે જેને જાતિવાદ સાથે જોડવામાં આવી રહ્યા છે. આના પર રાઘવે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા બધાની માફી માંગી છે.

રાઘવ જુયાલે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આસામના એક સ્પર્ધકને ‘વિવાદાસ્પદ પરિચય’ આપવા પાછળની વાર્તા સમજાવી રહ્યો છે. તેણે એમ કહીને શરૂઆત કરી કે કેવી રીતે આ ટૂંકી ક્લિપથી એક મોટી ગેરસમજ ઊભી થઈ જેના માટે તે નફરતની ટિપ્પણી અને જાતિવાદ જેવા આરોપોનો સામનો કરી રહ્યો છે. તેણે આગળ જણાવ્યું કે જ્યારે આસામની ગુંજન સિન્હા નામની સ્પર્ધકને તેના શોખ અને રુચિઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખુલાસો કર્યો કે તે ચીનીમાં વાત કરી શકે છે.

આ સિવાય રાઘવે કહ્યું કે યુવા સ્પર્ધક ‘ગિબરિશ ચાઈનીઝ’માં વાત કરે છે. કલાકારે વધુમાં કહ્યું કે આ જ કારણ હતું કે તેણે છેલ્લા કેટલાક એપિસોડ દરમિયાન સ્પર્ધકોને પોતાની રીતે રજૂ કર્યા હતા. તેણે એ પણ સ્વીકાર્યું કે તેના પૂર્વોત્તરમાં પરિવાર અને મિત્રો છે અને જાતિ અથવા ધર્મ માટે સ્ટેન્ડ લેવા બદલ ભૂતકાળમાં અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Raghav Juyal (@raghavjuyal)

રાઘવે આગળ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ બધાની માફી માંગી અને કહ્યું કે તેણે આ જાણી જોઈને નથી કર્યું. ત્યાં તેણે એ વાત પર પણ ભાર મૂક્યો કે તેમની ટીકા કરનારા લોકોએ આ આખો શો જોવો જોઈએ. આ પછી તે સમજી શકશે કે શોની સ્પર્ધક ગુંજન સાથે તેનું બોન્ડ કેવું છે અને તે મજાક પાછળનો ઈરાદો શું હતો. જણાવી દઈએ કે આસામના સીએમએ પણ રાઘવના આ કૃત્ય પર પ્રતિક્રિયા આપી હતી અને ટ્વિટ કર્યું હતું. ડાન્સ દીવાને 3 શોની વાત કરીએ તો માધુરી દીક્ષિત, તુષાર કાલિયા, ધર્મેશ યેલાંડે અને રેમો ડિસોઝા તેમાં જજ તરીકે જોવા મળે છે. દેશભરના લોકો આ શોને ખૂબ પસંદ કરે છે.

Shah Jina