સગાઈ બાદ પોતાની જાતને કંટ્રોલ ના કરી શક્યો રાઘવ ચઢ્ઢા, પરિણીતીના હોઠ પર કરી દીધું તસતસતું ચુંબન, વાયરલ થયો વીડિયો

રાઘવે કંટ્રોલ ગુમાવ્યો, પરિણીતી ભાભીના હોઠ પર કરી દીધું તસતસતું ચુંબન, વાયરલ થયો વીડિયો

Parineeti Raghav Engagement : બોલીવુડના સિતારાઓ તેમના અભિનય અને ફિલ્મોની સાથે સાથે તેમના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. ઘણા બધા સેલેબ્સ એવા હોય છે જેમના જીવન પર ચાહકો પણ નજર રાખીને બેઠા હોય છે. ત્યારે એવી જ એક બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા છેલ્લા ઘણા સમયથી સાંસદ રાઘવ ચઢ્ઢા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે અને તે બંને ઘણીવાર સાથે સ્પોટ પણ થયા હતા.

જેના બાદ તે બંને લગ્ન કરવાના છે તેવી સતત અટકળો પણ સામે આવી રહી હતી. પરંતુ બંને તરફથી કોઈ કનફર્મેશન આવ્યું નહોતું. પણ ગતરોજ બંનેની સગાઈની ખબર સામે આવતા જ હવે આ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. રાઘવ અને પરિણીતી બંને હવે સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે અને તેમની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાએ શનિવારે દિલ્હીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં સગાઈ કરી લીધી. આ કપલની રિંગ સેરેમનીના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ કપલની રિંગ સેરેમનીનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને લિપ-લૉક કરતા જોવા મળી રહ્યા છે.

શનિવારે આ કપલે પંજાબી રીતિ રિવાજો સાથે દિલ્હીમાં રિંગ સેરેમની કરી હતી. વિડિયોમાં સમારંભના સ્થળની ઝલક બતાવવામાં આવી છે, જેને સફેદ ફૂલોથી શણગારવામાં આવી હતી. આ કપલની રિંગ સેરેમનીની થીમ સફેદ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ચારેબાજુ સફેદ ફૂલો અને રોશનીથી વેન્યુને શણગારવામાં આવ્યું છે. આ દરમિયાન પરિણીતી અને રાઘવ કેક કાપતા જોવા મળે છે.

આટલું જ નહીં બંને એકબીજાને લિપ-લૉક કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા એક અન્ય અંદરનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં રાઘવ અને પરિણીતી રોમેન્ટિક જોવા મળી રહ્યા હતા. પરિણીતી તેના ભાવિ પતિ સાથે ડાન્સ મૂવ કરતી જોવા મળી હતી, જ્યારે રાઘવે તેને કિસ કરી હતી. આ વીડિયો જોઈને ફેન્સ આ જોડીને બેસ્ટ ગણાવતા પણ જોવા મળી રહ્યા છે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના સંબંધોની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે બંને એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા. મીડિયા રિપોર્ટ અનુસાર, પરિણીતી અને રાઘવ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરે છે. ત્યારથી બંને એકબીજાને ઓળખે છે. જો કે, તેમના ડેટિંગના સમાચાર થોડા મહિનાઓ પહેલાથી જ આવવા લાગ્યા હતા. આ પછી, કપલને ક્યારેક ડિનર ડેટ તો ક્યારેક લંચ ડેટ પર સ્પોટ કરવામાં આવ્યા. આ સિવાય બંને કેટલીકવાર એરપોર્ટ પર પણ સ્પોટ થયા હતા અને બંનેને સાથે IPL મેચ વખતે પણ સ્પોટ કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel