અંબાણી પરિવારની થવાવાળી નાની વહુ રાધિકા મર્ચન્ટ સાથે શાહરૂખ ખાને કર્યો ડાંસ, સ્ટેજ પર ‘છમ્મક છલ્લો’ની ગીત પર ધૂમ મચાવી દીધી- જુઓ વીડિયો

ગુજરાતના જામનગરમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન યોજાયુ હતુ. આ સેલિબ્રેશન ભલે થોડા દિવસો પહેલા ખત્મ થઇ ગયુ હોય પરંતુ તેના વીડિયો અને તસવીરો હજુ સુધી સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.

આ પ્રી વેડિંગ સેલિબ્રેશનનો એક અનસીન વીડિયો હાલમાં લાઇમલાઇટમાં છે, જેમાં રાધિકા મર્ચન્ટ અને શાહરૂખ ખાન સાથે ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. રાધિકા અને શાહરૂખ ફિલ્મ રાવનના ગીત છમ્મક છલ્લો પર એકસાથે થિરકતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં રાધિકાના મુવ્સ પર યુઝર્સ ફિદા થઇ રહ્યા છે.

જણાવી દઇએ કે, અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના પણ સામેલ થઇ હતી અને તેણે પહેલા દિવસે ભારતમાં તેનું પહેલુ પરફોર્મન્સ પણ આપ્યુ હતુ. આ પછી બીજા દિવસની ઉજવણીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને સ્ટેજ પર એકસાથે ડાંસ કર્યો હતો. આ પછી દિલજીત દોસાંઝ સહિત બોલિવુડના ઘણા સિંગરોએ આ સેલિબ્રેશનમાં ધૂમ મચાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina