‘જામનગર કેવું લાગ્યુ?’ રાધિકા મર્ચેંટે પેપરાજીને પૂછ્યો સવાલ, સાદગીએ જીત્યા દિલ- જુઓ વીડિયો

જામનગરમાં પેપરાજીનું સ્વાગત કરતી જોવા મળી રાધિકા મર્ચેંટ…દરિયાદિલીએ જીત્યા લોકોના દિલ- જુઓ વીડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. અનંત-રાધિકાના પ્રી વેડિંગની શરૂઆત ગુજરાતના જામનગર નજીકના એક ગામમાં અન્ન સેવાથી શરૂ થઇ. અનંત-રાધિકા સહિત સમગ્ર અંબાણી પરિવાર દ્વારા લગભગ 51,000 લોકોને ભોજન પીરસવામાં આવ્યુ. આ દરમિયાન રાધિકા મર્ચન્ટ રેડ અને ઓરેન્જ સૂટમાં ખૂબ જ અદભૂત દેખાતી હતી.

તો બીજી તરફ તેના ભાવિ પતિ અનંત અંબાણી રેડ શેરવાનીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાનનો રાધિકાનો એક વીડિયો હેડલાઇન્સમાં છે, જેમાં તે પેપરાજીનું જામનગરમાં સ્વાગત કરતી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછતી જોવા મળે છે. 28 ફેબ્રુઆરી 2024ના રોજ જ્યારે અંબાણી પરિવારે અન્ના સેવાનું આયોજન કર્યું ત્યારે રાધિકા અને અનંતે પણ તેમાં ભાગ લીધો હતો અને લોકોને ભોજન પીરસ્યું હતું.

અનંત અને રાધિકાએ જય શ્રી કૃષ્ણનો ઉચ્ચાર કરતા લોકોને પ્રેમથી ભોજન પીરસ્યું. આ કપલે પેપરાજી માટે પોઝ પણ આપ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ મુંબઈના પેપ્સને જોઈને ખૂબ જ ખુશ છે. રાધિકાએ પેપરાજીનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું અને પૂછ્યું, ‘તમને જામનગર કેવું લાગ્યુ ?’ તે ખૂબ જ સરસ છે, તમને હવા અને પાણી કેવું લાગ્યા?’.

રાધિકાની આ સાદગી અને દરિયાદિલી લોકોના દિલ જીતી રહી છે. જણાવી દઇએ કે, રાધિકા મર્ચન્ટના પરિવારે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. અંબાણી પરિવાર તેમના બાળકો માટે ભવ્ય લગ્નનું આયોજન કરવા માટે જાણીતો છે. વર્ષ 2018માં પુત્રી ઈશા અંબાણીના લગ્ન જ્યારે વર્ષ 2019માં પુત્ર આકાશ અંબાણીના લગ્ન માટે પણ આ જ અનુષ્ઠાન કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina