પેલી મરચી લઈને ત્રીજી માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકાનું જામનગરમાં પ્રિ વેડિંગ ફંક્શન છે. ગઈકાલે જોગવડ ગામે સમૂહભોજનમાં અંબાણી અને મર્ચન્ટ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અનંત-રાધિકા અને મુકેશ અંબાણીએ પોતાના હાથે ગામના લોકોને ભોજન પીરસ્યું હતું.
અંબાણી પરિવારની થનારી પુત્રવધૂ રાધિકાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. રાધિકા એકદમ ખુશ ખુશાલ દેખાતી પડી હતી. ખુબ જ ભાવથી સામાન્ય લોકોની જેમ જ રાધિકા ગ્રામજનોને ભોજન પીરસી રહી હતી.
બાળકોને જોઈને હળવા અંદાજમાં કહેવા લાગી કે, વાઉ એકદમ કાનુડા જેવો લાગે છે. તેમજ બાળકનું નામ પણ પૂછ્યું હતું. રાધિકાની સાથે સાથે અનંત અંબાણીએ પણ લોકોને ભોજન પીરસ્યું હતું. જામનગરના જોગવડ ગામે મુકેશ અંબાણીને હાલારી પાઘડી પહેરાવી સ્વાગત કરાયું હતું. તો મહિલાઓએ અનંત અને રાધિકાને આશીર્વાદ આપ્યા હતા. ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. અનંત-રાધિકાના પ્રી વેડિંગની શરૂઆત ગુજરાતના જામનગર નજીકના એક ગામમાં અન્ન સેવાથી શરૂ થઇ. અનંત-રાધિકા સહિત સમગ્ર અંબાણી પરિવાર દ્વારા લગભગ 51,000 લોકોને ભોજન પીરસવામાં આવ્યુ. આ દરમિયાન રાધિકા મર્ચન્ટ રેડ અને ઓરેન્જ સૂટમાં ખૂબ જ અદભૂત દેખાતી હતી.
રાધિકાની આ સાદગી અને દરિયાદિલી લોકોના દિલ જીતી રહી છે. જણાવી દઇએ કે, રાધિકા મર્ચન્ટના પરિવારે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. અંબાણી પરિવાર તેમના બાળકો માટે ભવ્ય લગ્નનું આયોજન કરવા માટે જાણીતો છે.
વર્ષ 2018માં પુત્રી ઈશા અંબાણીના લગ્ન જ્યારે વર્ષ 2019માં પુત્ર આકાશ અંબાણીના લગ્ન માટે પણ આ જ અનુષ્ઠાન કર્યુ હતુ. અંબાણી પરિવારે પોતાની વર્ષો-જૂની પરંપરાને જાળવી હતી અને આ ઇવેન્ટના સેલિબ્રેશન્સ પહેલા રિલાયન્સની જામનગર ટાઉનશિપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા (સામુદાયિક ભોજન સેવા) શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે.
આ અન્નસેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે. જામનગર અને તેની આસપાસનાં ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે.
View this post on Instagram