નીતા અંબાણીની નાની વહુ રાધિકાએ એકદમ સાધારણ કપડામાં પીરસ્યુ બ્રહ્મ ભોજનું ભોજન, તસવીરો જોઇ તમે પણ નહિ કરો વિશ્વાસ

વાહ શું સંસ્કાર છે…!!! અંબાણી પરિવારની નાની પુત્રવધૂએ સિમ્પલ ડ્રેસમાં બ્રહ્મ ભોજ જાતે પીરસ્યું ભોજન, જુઓ

એ વાતમાં કોઇ બે રાય નથી કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પૂજા-પાઠમાં ઘણી જ ઊંડી આસ્થા રાખે છે. તેઓ જ્યારે પણ કોઇ શુભ કામ કરે છે, તો ભગવાનનો આશીર્વાદ લેવાનું નથી ભૂલતા. બિલકુલ આવો જ નજારો મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટની રોકા સેરેમનીમાં જોવા મળ્યો.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ હાલમાં જ ગુજરાતના મોટા બિઝનેસમેન વીરેન મર્ચેંટની દીકરી રાધિકા સાથે પોતાના દીકરા અનંતનો સંબંધ ફિક્સ કર્યો છે,

જેના માટે બંને પરિવારો ગત 29 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં અનંત અને રાધિકાની રોકા સેરેમની થઇ હતી. આ વાતની જાણકારી રિલાયન્સ ગ્રુપે પોતે પ્રેસ રીલિઝ કરી આપી હતી.

આ દરમિયાન પૂરો અંબાણી પરિવાર ટ્રેડિશનલ કપડામાં જોવા મળ્યો હતો, જેની તસવીરો સામે આવ્યા બાદ લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયુ હતુ. આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની થવાવાળી નાની વહુ રાધિકાનો લુક એવો હતો કે તે તેની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.

આવું એટલા માટે કારણ કે કરોડોમાં રમતા પરિવાર સાથે નામ જોડાયા બાદ પણ રાધિકા ઘણા જ સાધારણ લુકમાં તૈયાર થઇ હતી. તેણે કોઇ મોંઘા કપડા પસંદ નહોતા કર્યા. તેણે સિંપલ સુટ પહેર્યો હતો અને રોકા સેરેમનીની રસ્મ પૂરી થયા બાદ અંબાણી પરિવારે શ્રીનાથજી મંદિરમાં પંડિતો માટે બ્રહ્મ ભોજ રાખ્યુ હતુ.

આ દરમિયાન રાધિકાએ બધાને ભોજન પીરસ્યુ હતુ. આ દરમિયાન રાધિકાએ થ્રી પીસ અટાયર પસંદ કર્યો હતો. રાધિકાએ શરારા સુટ કેરી કર્યો હતો, જે મિકસ્ડ ફેબ્રિકથી બનેલો લાગી રહ્યો હતો. આ સેટમાં અપર થાઇસ સુધી લંબાઇ વાળો કુર્તો આપવામાં આવ્યો હતો અને પ્રિંટ પેટર્નવાળો શરારા મેચ કર્યો હતો. ત્યાં આ સાથે તેણે નેટનો દુપટ્ટો પણ કેરી કર્યો હતો.

આઉટફિટ માટે ઘણા ડિસેંટ કલર્સનું સિલેક્શન કરવામાં આવ્યુ હતુ, જે આ ખાસ અવસર માટે એકદમ પરફેક્ટ લાગી રહ્યુ હતુ. આ આઉટફિટ સાથે રાધિકાએ તેના ફેસ પર વધારે મેકઅપ નહોતો કર્યો. તેણે તેના લુકને એકદમ નેચરલ રાખ્યો હતો. જેને કારણે તેના શોર્પ ફીચર્સ સારી રીતે હાઇલાઇટ થઇ રહ્યા હતા.

તેણે હોઠ પર પિંક લિપસ્ટિક લગાવી હતી અને સાથે વાળને હાફ ક્લચમાં બાંધ્યા હતા. તેણે કાનમાં ડાયમંડ ઇયરિંગ્સ પહેરી હતી. આ સિંપલ લુકમાં અંબાણી પરિવારની થવાવાળી નાની વહુ ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. આ સાથે નીતા અંબાણીની વાત કરીએ તો, થવાવાળી સાસુમાં એ પણ મેચિંગ સુટ પહેર્યો હતો.

Shah Jina