અંબાણી પરિવારે થવાવાળી વહુ માટે રાખી ‘અરંગેત્રમ’ સેરેમની, ધમાકેદાર પરફોર્મન્સ બાદ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યુ થિયેટર

લીલી સાડીમાં સજેલી અનંત અંબાણીની થવાવાળી દુલ્હને કર્યો એવો ડાંસ, મોટી-મોટી હસ્તિઓ પણ રહી ગઇ હેરાન

દેશના ધનિક ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ જિયો વર્લ્ડ સેન્ટરમાં એક ખાસ અરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યુ હતુ. અંબાણી પરિવારે આ સેરેમની પોતાની થવાવાળી વહુ રાધિકા મર્ચેંટ માટે રાખી હતી. રાધિકા એક ક્લાસિકલ ડાંસર છે. તેણે પહેલીવાર સ્ટેજ પરફોર્મ કર્યુ. એવામાં અંબાણી પરિવારે રાધિકા મર્ચેંટ માટે એક ખાસ અરંગેત્રમ સેરેમની આયોજિત કરી હતી. રાધિકાના આ સેરેમનીના કેટલાક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલા છે.

તે ખૂબસુરત અંદાજમાં ક્લાસિકલ ડાંસ કરતા નજર આવી રહી છે. રાધિકાના એક્સપ્રેશન અને તેનો ડાંસ ખૂબ જ ખાસ છે. રાધિકાનો લુક જોતા જ બની રહ્યો હતો. અરંગેત્રમ સેરેમનીની વાત કરીએ તો, આ એક ડાંસરના ક્લાસિકલ ડાંસની ફોર્મલ ટ્રેનિંગ પૂરી કરવા અને સ્ટેજ પર ડેબ્યુ કરવાની વાત હોય છે. રાધિકા શ્રી નિભા આર્ટ્સની ગુરુ ભાવના ઠક્કરની શિષ્ટા છે. રાધિકા અંબાણી પરિવારની નાની વહુ બનવાની છે. રાધિકા મર્ચેંટ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની ફિઓન્સે છે. તે અંબાણી પરિવારના મોટાભાગના ફંક્શન્સમાં જોવા મળે છે.

રાધિકાની અરંગેત્રમ સેરેમનીમાં અંબાણી પરિવાર અને ઘણા મોટા બિઝનેસમેન ઉપરાંત બોલિવુડની ઘણી જાણિતી હસ્તિઓએ હાજરી આપી હતી. સલમાન ખાન, રણવીર સિંહ, આમિર ખાન પણ આ સેરેમનીમાં જોવા મળ્યા હતા. આઠ વર્ષો સુધી ભરતનાટ્યમની ટ્રેનિંગ લેનાર રાધિકાએ ફાઇનલ પરફોર્મન્સ એટલે કે તેની અરંગેત્રમ સેરેમની માટે થીમ અનુસાર કપડા પહેર્યા હતા. આ દરમિયાન તેણે ગ્રીન અને પિંક રંગની કાંજીવરમ સાડી પહેરી હતી, જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી હતી.

તમને જણાવી દઇએ કે, ભરતનાટ્યમમાં શ્રૃંગાર અને ભાવ ભંગિમાઓનું વિશેષ મહત્વ હોય છે. આ માટે વેશભૂષા-આભૂષણ અને શ્રૃંગારને અભિનયનો એક ભાગ માનવામાં આવ્યો છે.જો કે, આ કળા શૈલીની વેશભૂષાઓ અને આભૂષણોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બદલાવ આવ્યા છે. પરંતુ રાધિકાએ પોતાના લુકને બિલકુલ જૂના સમય અનુસાર રાખ્યો હતો. રાયમંડી (અર્ધ-બેઠક પોઝ) અને મુઝુમંડી (સંપૂર્ણ બેઠેલ પોઝ) જેવી સાંકેતિક મુદ્રાઓ દર્શાવવા માટે, રાધિકાએ પાયજામા રીતની સાડી પહેરી હતી, જેનો પલ્લુ તેણે પંખા (વિસરી) જેવો બનાવ્યો હતો, જે પોશાકનો અભિન્ન ભાગ છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

તેના પોશાકમાં બ્લાઉઝ (રવિક્કાઈ), પાયજામા/પેન્ટ (કલાક્કાચી), શરીરના ઉપરના ભાગમાં આવરણ (મેલાક્કુ/ધવાની), પીઠના વસ્ત્રો (ઈડુપ્પુ કાચાઈ) અને પંખાનો સમાવેશ થતો હતો, જે તેની સુંદરતામાં કોઈ કસર છોડી રહ્યો ન હતો. તેણે ભરતનાટ્યમ નર્તકો દ્વારા પહેરવામાં આવતી જ્વેલરી પહેરી હતી, જે સુંદર મોતી-રત્નો અને સોનાથી બનેલી હતી. એક ઝળહળતી નૃત્યાંગનાની જેમ તેણે ઘણા બધા મલ્લિપુ (ચમેલીના ફૂલો) અને કનકમ્બરમ (નારંગી અને પીળા ફૂલો) સાથે તેના વાળ બાંધ્યા હતા. જ્યારે તેના પગ પર ઘુંઘરુ પણ જોવા મળતા હતા. રાધિકાએ કમર પર ઓટ્ટીયનમ પહેર્યું હતું, જે તેના દેખાવમાં વધારો કરી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

તમને જણાવી દઈએ કે જૂના જમાનામાં લોકો ભરતનાટ્યમ કોસ્ચ્યુમ સીવવા માટે સોના અને રેશમના દોરાનો ઉપયોગ કરતા હતા. સાડીના ટુકડાને ઝરી વડે ટાંકવામાં આવતા હતા અને સુંદર ડિઝાઇન અને મોટિફ વર્કથી સજાવવામાં આવતા હતા. તેની પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે જ્યારે નર્તકો પગની હિલચાલની સાથે આકર્ષક મુદ્રાઓ રજૂ કરતા ત્યારે સાડીની પટ્ટીઓ તેમાં ખૂબ જ સુંદર રીતે ખુલતી અને બંધ થતી હતી, જે આજે પણ નૃત્યના અનોખા સ્વરૂપને સમૃદ્ધ બનાવે છે. રાધિકાનો લુક પણ એવો જ હતો જેણે દર્શકોનું ધ્યાન તેના પરથી એક મિનિટ પણ હટવા ન દીધું.

Shah Jina