આ અભિનેત્રીએ તેના પીરિયડ્સ વિશે કર્યો ખુલાસો, કહ્યુ- પહેલી વાર પીરિયડ્સ થયા તો માતાએ આપી હતી પાર્ટી

પહેલી વાર પીરિયડ્સ થયા તો, મમ્મીએ રાખી હતી ઘરે મોટી પાર્ટી, કહ્યુ- બ્લડ જોઇ…

પીરિયડ્સ કે માસિક ધર્મ વિશે બધાની સામે વાત કરવી એ આજે પણ નિષેધ છે. આ વિશે વાત કરતા મહિલાઓ આજે પણ વાત કરવાથી હિચકાય છે. આ વિષયને ઘણી ફિલ્મોમાં પણ લેવામાં આવ્યો છે, પરંતુ તો પણ લોકો તેને ખુલીને એક્સેેપ્ટ કરી શકતા નથી. જો કે, આ વચ્ચે બોલિવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

રાધિકા આપ્ટેએ જણાવ્યુ છે કે, તે જયારેે પહેલીવાર પીરિયડ્સમાં થઇ હતી ત્યારે તેની માતા અને પરિવારનું રિએક્શન શું હતુ. તેણે એ પણ કહ્યુ કે, શરૂઆતમાં તેને દુકાનથી સેનેટરી પેડ્સ ખરીદવામાં થોડા હિચકાટ થતી હતી.

રાધિકા આપ્ટેનો આ વીડિયો વર્ષ 2018માં આવેલી ફિલ્મ “પેડમેન”ના પ્રમોશન દરમિયાનનો છે. તે એક પ્રેસ કોન્ફરન્સમાં તેના પહેલા પીરિયડ્સ વિશેે જણાવી રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર અને સોનમ કપૂર પણ સામેલ હતા.

રાધિકાએ કહ્યુ, હું એવા પરિવારથી આવુ છું જયાં ડોકટર છે. મને પહેલા જણાવ્યુ હતુ કે, પીરિયડ્સ શરૂ થવાના છે તો હું તે વિશે જાણતી હતી. રાધિકાએ આગળ કહ્યુ કે, એ જાણતી ન હતી કે કયારે થશે. જયારે ઘરે ગઇ અને માતાને જણાવ્યુ. જયારે મારો પહેલો પીરિયડ થયો, તો ત્યારે મારી માતાએ મને પાર્ટી રાખવા માટે કહ્યુ.

રાધિકાએ જણાવ્યુ કે, મારા પરિવારના સભ્યો અને મિત્રો ઘરે આવ્યા. અમે ઘણુ સેલિબ્રેટ કર્યુ. તેણે કહ્યુ કે, હું એ જોઇને રડી નહિ કે તેના શરીરમાંથી ઘણુ બ્લડ નીકળી રહ્યુ હતુ.

રાધિકાએ બોલિવુડમાં વર્ષ 2005માં આવેલી ફિલ્મ “વાહ લાઇફ હો તો એસી”થી કરિયરની શરૂઆત કરી હતી. તેના બોલ્ડ અંદાજને લઇને તેણે તેની એક અલગ ઇમેજ બનાવી, તેમજ બીજીબાજુ તેનું નામ કેટલીક કોન્ટ્રોવર્સી સાથે જોડાયુ. “હંટર” “બદલાપુર” અને “માંઝી ધ માઉંટેન મેન”માં તેનો અભિનય દર્શકોને ઘણો પસંદ આવ્યો હતો. રાધિકાએ સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

Shah Jina