અચાનક જ ખિસ્સામાં મૂકેલ મોબાઇલમાંથી નીકળવા લાગ્યો ધુમાડો અને પછી… જુઓ વીડિયો

મોબાઇલમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી રહે છે. ત્યારે હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે, જે રાધનપુરની છે. રાધનપુરમાં દુકાનમાં બેસેલ એક વ્યક્તિના ખિસ્સામાં મોબાઇલ હતો અને અચાનક જ તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યા. ત્યારબાદ તેણે સતર્કતા બતાવી અને મોબાઇલને ફેકી દીધો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી, જે વાયરલ થઇ રહી છે.

ઘટનાની વિગત તપાસીએ તો, રાધનપુરમાં આવેલ માનસી મોટર ગેરેજ નામની દુકાનમાં સવારે ભાડીયા ગામના રહેવાસી રામચંદભાઇ ઠાકોર આવ્યા અને તેઓ દુકાનનાા માલિક સાથે વાત કરી રહ્યા હતા આ દરમિયાાન જ તેમના ખિસ્સામાંથી અચાનક મોબાઇલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, તે બાદ તેમણે તરત જ મોબાઇલને ફેંકી દીધો અને કોઇ નુકશાન ન થાય તે માટે દુકાનની બહાર ફેંકી દીધો.

મોબાઇલમાં ધુમાડો નીકળવાની આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. જેને પહલે હવે આ ઘટના કેવી રીતે બની તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે. મોબાઇલ વાપરતા લોકો માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે. મોબાઇલ બ્લાસ્ટની ઘણી ઘટનાઓ ઘણીવાર સામે આવતી રહે છે.

Shah Jina