આ ખ્યાતનામ ખેલાડીને ચાલુ રેસ દરમિયાન જ બીજી કારથી લાગી ટક્કર અને પછી સર્જાયો એવો ભીષણ અકસ્માત કે વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે… જુઓ
દેશભરમાં ઘણા અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ઘણા અકસ્માતની અંદર કેટલાય લોકો ઘાયલ પણ થતા હોય છે અને કેટલાયના નિધન પણ થઇ જતા હોય છે. થોડા દિવસ પહેલા જ ક્રિકેટર ઋષભ પંતને પણ એવો જ એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો. ત્યારે હાલ વધુ એક એવી જ ખબર સામે આવી રહી છે. જેમાં એક રેસરનું દુઃખદ અવસાન થયું છે.
જાણીતા રેસર કે ઇ કુમારનું રવિવારે ચેન્નાઈમાં કાર રેસ દરમિયાન અવસાન થયું હતું. તેમની કાર રેસ દરમિયાન અકસ્માતમાં સપડાઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ 59 વર્ષીય રેસરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. તે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે MRF MMSC FMSCI ઈન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યો હતો ત્યારે તેની કારનો અકસ્માત થયો હતો.
રેસ દરમિયાન કે ઈ કુમારની કાર સ્પર્ધકની કાર સાથે અથડાઈ હતી. ટક્કર બાદ તેની કાર ટ્રેક પરથી ઉતરી ગઈ હતી અને બાઉન્ડ્રી સાથે અથડાયા બાદ જમીન પર ઉંધી પડી હતી. ઘટના બાદ તરત જ રેસ રોકી દેવામાં આવી હતી. ક્રેશ થયેલી કારમાંથી કે ઇ કુમારને બહાર કાઢવામાં આવ્યા હતા. મેડિકલ સેન્ટરમાં પ્રાથમિક તપાસ બાદ તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
રેસ મીટના ચેરમેન વિકી ચંડોકે જણાવ્યું હતું કે, “આ સૌથી કમનસીબ ઘટના છે. કુમાર એક અનુભવી રેસર હતો. હું તેને ઘણા દાયકાઓથી મિત્ર અને સ્પર્ધક તરીકે ઓળખું છું. MMSC અને સમગ્ર સમુદાય તેના નિધન પર શોક વ્યક્ત કરે છે અને પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના પણ વ્યક્ત કરી છે.”
The crash that led to the death of veteran racer K.E. Kumar at the Madras International Circuit pic.twitter.com/jht1ysdzEv
— Santhosh Kumar (@giffy6ty) January 8, 2023
ચંડોકે કહ્યું કે રમત માટે રાષ્ટ્રીય સંચાલક મંડળ, એફએમએસસીઆઈ અને આયોજકો, એમએમએસસીએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન, કુમારના સન્માનમાં દિવસના બાકીના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. તેઓ એમએમએસસીના આજીવન સભ્ય હતા. ત્યારે ઘણા લોકો તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.