જીવ બચાવવા માટે રેલવે ટ્રેક પર ટ્રેનની આગળ આગળ ભાગતુ રહ્યુ સસલુ, ડ્રાઇવરે કર્યુ એવું કામ કે હેરાન રહી ગયા લોકો

સોશિયલ મીડિયાની દુનિયામાં અજીબોગરીબ વીડિયો વાયરલ થતા રહે છે. આમાંથી કેટલાક વીડિયો જોયા પછી લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ દિવસોમાં એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે. ઝડપથી લોકોનું ધ્યાન ખેંચી રહેલા વીડિયોમાં એક સુંદર સસલું રેલવે ટ્રેક પર ટ્રેનની સાથે દોડતું જોઈ શકાય છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈના જીવની વાત આવે છે, ત્યારે તે જીવિત રહેવા માટે બનતી કોશિશ કરે છે.

એક સસલાના વાયરલ વીડિયોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સુંદર નાનું સસલું રેલ્વે ટ્રેક પર દોડી રહ્યું છે. તે પોતાના જીવન માટે લડી રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું સસલું રેલ્વે ટ્રેક પર દોડી રહ્યું છે. તેની પાછળ એક ટ્રેન આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સસલું પોતાનો જીવ બચાવવા માટે પૂરી તાકાતથી દોડી રહ્યો છે. દોડતી વખતે તે એવી જગ્યાએ આવે છે જ્યાં તે પાટા પરથી બહાર આવી જાય છે અને તેનો જીવ બચી જાય છે.

વાયરલ વીડિયોમાં તમે સાંભળી શકો છો કે ટ્રેનનો ડ્રાઈવર અને તેની બાજુમાં બેઠેલા કોઈ વ્યક્તિ એકબીજા સાથે વાત કરી રહ્યા છે. આ બંને સસલાની વાત કરતા સાંભળવા મળે છે. તમે જોઈ શકશો કે એક સમય એવો આવે છે જ્યારે સસલા અને ટ્રેન વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ જાય છે. આ સમયે એવું લાગે છે કે ટ્રેન સસલાને ઓવરટેક કરશે.

જોકે, સસલાના જીવ બચાવવા માટે ડ્રાઈવરે ટ્રેનની સ્પીડ ઓછી કરી દીધી અને સસલુ જીવ બચાવીને ભાગી ગયુ. સોશિયલ મીડિયા પર લોકો ડ્રાઈવરના જોરદાર વખાણ કરી રહ્યા છે. તમે સાંભળી શકો છો કે સસલાને જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા જોઈને ડ્રાઈવરે હોર્ન વગાડીને સસલાને ચેતવણી આપી હતી.

Shah Jina