અમદાવાદમાં ભુવાઓ વચ્ચે બબાલ: બંદૂકની અણીએ કર્યું અપહરણ, જટા કાપી વીડિયો બનાવ્યો
Ahmedabad News : અમદાવાદમાંથી બે ભુવાઓ વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો છે. જેમાં એક ભુવાએ અન્ય ભુવાનું અપહરણ કર્યું અને તેની જટા કાપી વીડિયો બનાવ્યો. તે બાદ આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી લાખો રૂપિયા માંગ્યા. ત્યારે આ મામલે પીડિત ભુવાએ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી. અમદાવાદમાં અસલી-નકલી ભુવા વચ્ચે બબાલ થઇ અને તે બાદ એક ભુવાએ બીજા ભુવાનું અપહરણ કર્યું. આ ઉપરાંત અપહરણ કરનાર શખ્શે બીજા ભુવાની જટા કાપી વીડિયો બનાવ્યો અને વાયરલ કરવાની ધમકી આપી પૈસા માગ્યા.
એક ભુવાએ બીજા ભુવાનું કર્યુ અપહરણ
ત્યારે આ મામલે રાહુલ ઠાકોરે પાંચ-છ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવી છે. કીર્તિદાન, દિનેશ ભુવાજી, અનિલ ભુવાજી, ચેતન પંચાલ, હકુભા, યોગેશ નામના લોકો સામે નરોડામાં ફરિયાદ નોંધાઇ છે. હુમલાખોરોએ એવી ધમકી આપી હતી કે પોલીસ ફરિયાદ કરીશ તો અમારું કંઇ બગાડી નહીં શકે. પ્રાપ્ત માહિતી અનુસાર, 28 તારીખે રાહુલ જયારે ઘરે હતો ત્યારે રાજકોટનો કીર્તિદાન દેઠા અને અન્ય બે વ્યક્તિ પોલીસ તરીકે ઓળખ આપી ઘરમાં ઘૂસ્યા અને બંદૂકની અણીએ અપહરણ કર્યું.
લાંબી જટા કાપી ઉતાર્યો વીડિયો
તે બાદ તેને નિકોલ મંદિર લઇ ગયા અને ત્યાં દિનેશ ભૂવાજી, અનિલ ભૂવાજી, ચેતન પંચાલ, હકુભા, યોગેશ સહિત 15 જેટલા લોકો હતા. કીર્તિદાન સહિતના લોકોએ ભૂવાના નામે પૈસા લે છે તેમ કહી માર માર્યો અને જબરજસ્તીથી વીડિયોગ્રાફી કરાવી. પછી રાહુલની લાંબી જટા કાપી તેનો વીડિયો ઉતાર્યો અને બધાએ કહ્યુ કે તારા ઘર પાસે લઇ જઇ તારો વીડિયો બધાને બતાવવાનો છે એટલે બીજાને પણ ખબર પડે. તે પછી રહુલને ધમકી પણ આપી કે, પોલીસ કેસ કર્યો છે તો ઘરે આવીને મારા માણસો મારી નાખશે.
પોલિસ કેસ ન કરવા આપી ધમકી
પોલીસને તો હું મારા ખિસ્સામાં લઇને ફરું છું મારું કોઇ કશું જ ન બગાડી શકે. જે બાદ વીડિયો ઉતાર્યો હતો તેને લઇને કીર્તિદાને કહ્યુ, હું તારો બનાવેલો વીડિયો ક્યાંય નહીં મૂકું, તારે 9 લાખ આપવા પડશે. પૈસા નહીં આપે તો સોશિયલ મીડિયામાં વીડિયો મૂકી દઇશ. આ ઘટના બાદ રાહુલે તે આરોપીઓને કહ્યુ કે હું ખોટું કામ નથી કરતો અને મારી પાસે પૈસા પણ નથી. તે પછી બધાએ તેને માર માર્યો અને ગાડીમાં લઇ તેના ઘરે આવ્યા. જ્યાં પત્ની તેને જોઇ જતા ત્યાં પણ તેની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી.