ઘરની સીડીની રેલિંગ પર સરકીને ચઢી રહ્યો હતો વિશાળકાય અજગર, નજર જોઈને લોકો લોકોનો છૂટી ગયો પરસેવો, જુઓ વીડિયો

આવો ભયાનક અજગર આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયો હોય, વીડિયો જોઈને જ તમારા રૂંવાડા ઉભા ના થઇ જાય તો ક્હેજો, જુઓ

દુનિયાભરમાં અવનવી પ્રજાતિઓના ઘણા બધા સાપ જોવા મળે છે. ઘણા સાપ એવા પણ હોય છે જે દેખાવમાં તો ખુબ જ સુંદર હોય છે પરંતુ તે એટલા ખતરનાક પણ હોય છે, અને તે જો ડંખ મારે તો માણસ પાણી પણ ના માંગે. અજગર પણ એક એવું જ પ્રાણી છે, જે કોઈને પોતાના ભરડામાં લઇ લે તો તેનાથી બચવું લગભગ અશક્ય બની જાય છે. ઇન્ટરનેટ ઉપર અજગરના પણ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, ડરામણા શરીરનો અજગર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ અજગર ઘરની સીડીની રેલિંગ પર લસરીને ઉપર જઈ રહ્યો છે. ઘણા લોકો માટે સાપ અને અજગર સૌથી મોટો ડર છે અને જો તમે પણ તેમાંથી એક છો તો તમારે રેલિંગ પર સરકતા સાપનો આ વાયરલ વીડિયો જોવાનું ચોક્કસપણે ટાળવું જોઈએ.

સીડીની રેલિંગ પર આ મોટા અજગરનો વિડીયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો ભારતીય વન સેવા (IFS) અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા અધિકારીએ લખ્યું કે ઉપર જવા માટે દર વખતે સીડીની જરૂર નથી. નેટીઝન્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 43 હજારથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે અને ઘણા બધા લોકો આ વીડિયોને લાઈક પણ કરી રહ્યા છે, સાથે જ ઘણા લોકોએ કોમેન્ટમાં પ્રતિભાવ પણ આપ્યા છે અને તેમના આ વીડિયો ખુબ જ ડરામણો લાગી રહ્યો છે, તમને પણ આ વીડિયોને જોઈને એકસમયે રૂંવાડા ચોક્કસ ઉભા થઇ જશે.

Niraj Patel