ગરોળી જોઈને ચીસો પડનારા, જરા જુઓ આ ટેણિયાઓને, વિશાળકાય અજગરને પણ રમકડું સમજીને રમવા લાગ્યા, જુઓ વીડિયો

સાપનું નામ સાંભળતા જ લોકોના રૂંવાડા ઉભા થઇ જાય અને તેમાં પણ જો કોબ્રા કે અજગર આંખો સામે આવીને ઉભા રહી જાય તો કેવી હાલત થાય તેની કલ્પના માત્ર પણ આપણને ધ્રુજાવીને રાખી દેતી હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લોકોને પણ હેરાનીમાં મૂકી દીધા છે.

મોટા માણસો સાપ જોઈને ગભરાઈ જતા હોય છે પરંતુ નાના બાળકો ક્યારેક સાપને પણ રમકડું સમજીને રમવા લાગી જાય છે, હાલ સોશિયલ મીડિયામાં કંઈક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વિશાળકાય અજગર સાથે કેટલાક બાળકો રમતા જોવા મળે છે, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે.

આ વીડિયોમાં બાળકો અજગર સાથે રમતા જોવા મળે છે અને તેઓ બિલકુલ ડરતા નથી. તે તેમની સાથે એવી રીતે રમી રહ્યો છે કે જાણે તે કોઈ અજગર નહીં પરંતુ રમકડું હોય. આ સાપની આસપાસ ઘણા બાળકો હતા જેઓ તેને ઘેરી વળ્યા હતા અને તેની સાથે રમતા હતા. જે ખરેખર ખુબ જ હેરાન કરી દેનારું છે.

 

View this post on Instagram

 

A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world)

આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ આ આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં લગભગ લાખો લોકોએ જોઈ લીધો છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ બાળકોને આ સાપથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. આ સાથે શક્ય તેટલી વહેલી તકે સાપને જંગલમાં છોડી દેવાનું કહી રહ્યા છે, જેથી તે તેનું કુદરતી જીવન જીવી શકે.

Niraj Patel