વ્લાદિમીર પુતિન વિરુદ્ધ યુદ્ધમાં ઉતરી તેની “ધમર્પુત્રી”, કહી એવી વાત કે સાંભળીને પુતિનનો પણ પરસેવો છૂટી ગયો, જુઓ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હુમલાના આદેશ આપ્યા બાદ રશિયન સેનાએ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધ સામે વિશ્વભરમાંથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ખુદ રશિયાના લોકો પણ તેની વિરુદ્ધ છે. રશિયનો સોશિયલ મીડિયા પર ‘નો વોર’ હેશટેગ સાથે પ્રચાર કરી રહ્યા છે.

‘ડેઇલી મેઇલ’માં છપાયેલા સમાચાર મુજબ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કથિત ધર્મપત્ની કેસેનિયા સોબચાક અને કેટલાંક અગ્રણી રશિયન સેલેબ્સે પણ યુક્રેન પર તેમના દેશના આક્રમણ સામે જાહેરમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. જોકે સેનિયા સબચાકે જાહેરમાં નકારી કાઢ્યું હતું કે તે પુતિનની ધર્મપુત્રી છે, તેને અગાઉ સ્વીકાર્યું હતું કે પુતિન તેમના બાપ્તિસ્મામાં હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે કેસેનિયા સોબચક પણ રશિયાની સોશિયલાઈટ છે અને રાષ્ટ્રપતિ પદના પૂર્વ ઉમેદવાર છે.

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને સિનિયા સબચાકે સોશિયલ મીડિયા પર લખ્યું – “યુદ્ધ શરૂ થઈ ગયું છે.. આજે આ શબ્દોથી જાગી ગઈ. યુદ્ધ આપણી જમીન પર નથી, પરંતુ આપણા લોકો સાથે છે. અમે રશિયનો આવનારા ઘણા વર્ષો સુધી આજના પરિણામોનો સામનો કરીશું.” સોશિયલ મીડિયામાં તેની આ પોસ્ટને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, અને તેનું સમર્થન પણ કરી રહ્યા છે.

સામાન્ય લોકોની સાથે ઘણી રશિયન સેલિબ્રિટીઓએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર હેશટેગ ‘નો વોર’ સાથે બ્લેક સ્ક્વેર શેર કર્યા છે. 32 વર્ષીય ફૂટબોલર ફ્યોડર સ્મોલોવ સોશિયલ મીડિયા પર તેના દેશના યુક્રેનના આક્રમણની નિંદા કરનાર પ્રથમ રશિયન ખેલાડી છે. ફ્યોદોર સ્મોલોવ, જે આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ઓળખાય છે, તેણે ઇન્સ્ટાગ્રામ પર ‘નો વૉર !’ પોસ્ટ કર્યું. કેપ્શન સાથે બ્લેક સ્ક્વેર શેર કરવામાં આવ્યો હતો.

Niraj Patel