રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 70 વર્ષની ઉંમરે બનશે બાપ ! હોટ ગર્લફ્રેન્ડ છે ફરી એકવાર પ્રેગ્નેટ

રૂસ અને યુક્રેન વચ્ચે છેલ્લા 75 દિવસથી યુદ્ધ જારી છે, આ વચ્ચે મોસ્કોમાં 9 મેના રોજ એટલે કે આજે વિક્ટ્રી ડે પરેડ થશે. ત્યારે હવે આ બધા વચ્ચે રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જલ્દી જ પિતા બનવાના છે એવા સમાચાર જોરોશોરોથી ફેલાઇ રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે, પુતિનની કથિત ગર્લફ્રેન્ડ અને પૂર્વ જિમનાસ્ટ અલીના કાબેવા પ્રેગ્નેટ છે. તમને જણાવી દઇએ કે, જો આ વાત સાચી નીકળી તો પુતિન 70 વર્ષની ઉંમરે પિતા બનશે. આ વર્ષે તેઓ ઓક્ટોબરમાં 70 વર્ષના થવાના છે. મિરરે રશિયન ન્યૂઝ ચેનલ જનરલ એસવીઆર ટેલિગ્રામને ટાંકીને કહ્યું કે 38 વર્ષની એલિના કાબેવા ગર્ભવતી છે.

જો કે, વ્લાદિમીર પુતિન એ જાણીને દંગ રહી ગયા કે તેમની ગર્લફ્રેન્ડ ફરીથી ગર્ભવતી છે. રિપોર્ટ અનુસાર, વિજય દિવસની પરેડની તૈયારી કરી રહેલા પુતિનને જ્યારે એલિનાની પ્રેગ્નેન્સી વિશે ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયા. કારણ કે તેમણે અગાઉથી તૈયારી કરી ન હતી અને કોઈ પ્લાન પણ બનાવ્યો ન હતો. મીડિયા અહેવાલો અનુસાર વ્લાદિમીર પુતિન 38 વર્ષીય ભૂતપૂર્વ જિમનાસ્ટ એલિના કાબેવાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે એલિના એક જિમનાસ્ટ રહી ચૂકી છે અને તેણે ઓલિમ્પિક 14 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 25 યુરોપિયન ચેમ્પિયનશિપમાં બે વખત ગોલ્ડ મેડલ જીત્યો છે.

રમત ગમતમાંથી નિવૃત્તિ લીધા પછી એલિના રાજકારણમાં જોડાઈ અને પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીમાંથી સાંસદ બની. રશિયન ચેનલે કહ્યું, “પુતિનને જાણ થઈ છે કે તેની ગર્લફ્રેન્ડ ફરીથી ગર્ભવતી છે અને એવું લાગે છે કે આ યોજના મુજબ થઈ રહ્યું નથી.” પુતિને હજુ સુધી એ વાત સ્વીકારી નથી કે તેમનો અલીના સાથે કોઈ સંબંધ છે. એલિના રશિયામાં એક મીડિયા ગ્રુપની બોસ છે અને અગાઉ એવું કહેવામાં આવતું હતું કે તે સ્વિટ્ઝરલેન્ડમાં રહે છે. એક સ્થાનિક અખબારે ખુલાસો કર્યો હતો કે એલીનાને 2015માં સ્વિટ્ઝર્લેન્ડમાં અને 2019માં મોસ્કોમાં બે પુત્રો હતા.

 

View this post on Instagram

 

A post shared by Alina Kabaeva (@alina_kabaeva_fan)

યુક્રેનના યુદ્ધની વચ્ચે એલિના હવે યુરોપિયન દેશોના પ્રતિબંધોના ખતરાનો સામનો કરી રહી છે. ધ સનના અહેવાલ અનુસાર, પુતિનની ગર્લફ્રેન્ડ એલિનાએ એક મેગેઝીન માટે તેની સેમી કપડા વગરનો તસવીર માટે પોઝ આપ્યો હતો. અલિનાએ સિંગર બનવા માટે પણ ઘણી કોશિશ કરી હતી, પરંતુ તે સફળ થઈ શકી નહોતી. 2007થી 2014 સુધી, એલિના કાબેવા રશિયન સંસદના નીચલા ગૃહના નાયબ રાજ્ય ડુમા હતા. સપ્ટેમ્બર 2014માં અલિનાને રશિયાના નેશનલ મીડિયા ગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ પદ પર નિયુક્ત કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alina Kabaeva (@alina_kabaeva_fan)

અહેવાલ મુજબ, વ્લાદિમીર પુતિન અને એલિના કાબેવાને પહેલાથી જ બે પુત્રો છે. એલીનાએ વર્ષ 2015માં પ્રથમ પુત્ર અને વર્ષ 2019માં બીજા પુત્રને જન્મ આપ્યો હતો. જોકે પુતિને ક્યારેય પોતાના એલીના સાથેના સંબંધોને સ્વીકાર્યા નથી. વ્લાદિમીર પુતિનનો જન્મ વર્ષ 1952માં સેન્ટ પીટર્સબર્ગમાં થયો હતો. 1975માં, પુતિન રશિયન ગુપ્ત એજન્સી KGB સાથે જોડાયા અને પછી રાષ્ટ્રપતિ બન્યા. એક સમયે સિક્રેટ એજન્ટ રહી ચૂકેલા પુતિનનું અંગત જીવન પણ ખૂબ જ ગુપ્ત છે અને તે પોતાના પરિવારને દુનિયાથી છુપાવે છે.

Shah Jina