હોલિકાની અગ્નિમાં અર્પિત કરો આ 5 વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-શાતિ અને સમૃદ્ધિ…મનોકામના થશે પૂરી

હોળીનો તહેવાર બે દિવસો સુધી મનાવવામાં આવે છે, જેમાં પહેલા દિવસે હોલિકા દહન કરવામાં આવે છે, આ વર્ષે હોલિકા દહનનો તહેવાર 24 માર્ચે મનાવવામાં આવશે અને 25 માર્ચે રંગોવાળી હોળી રમવામાં આવશે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોલિકા દહન કરવાથી ઘરમાંથી અને પરિવારથી નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે અને સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. હોલિકા દહનની અગ્નિમાં કેટલીક વિશેષ વસ્તુઓ અર્પિત કરવી અત્યંત શુભ માનવામાં આવે છે, તો ચાલો જાણીએ.

ચંદનનું લાકડુ
હોલિકા દહનની અગ્નિમાં ચંદનનું લાકડુ અર્પણ કરવું જોઈએ. એવું કહેવાય છે કે હોલિકા અગ્નિમાં ચંદન અર્પિત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહે છે.

ગાયનું ગોબર
હોલિકાની અગ્નિમાં ગાયનું ગોબર અવશ્ય નાખવું. તેનાથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

કપૂર
હોલિકા દહનની અગ્નિમાં સોપારીના પાન અને લવિંગ સાથે કપૂર અર્પણ કરવું જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી પરિવારના સભ્યોને બીમારીઓથી રાહત મળે છે.

ઘઉંની બાલી
હોલિકા દહનની આગમાં ઘઉંની બાલી પણ નાખવી, કહેવાય છે કે તેના કારણે ઘરમાં ક્યારેય અનાજની કમી નથી આવતી.

કાળા તલ
હોલિકા દહનની અગ્નિમાં કાળા તલ નાખવા પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina