બિગબોસ OTTમાંથી પહેલા દિવસે જ ઘરની બહાર નીકળી જનારા પુનિત સુપરસ્ટારે લીધી સુરતની મુલાકાત, સુરત વિશે એવું કહ્યું કે.. સુરતીલાલાઓ ઝૂમી ઉઠ્યા, જુઓ

સોશિયલ મીડિયા પર કોમેડી વીડિયો દ્વારા દર્શકોને હસાવનાર અને બિગબોસ OTT 2માંથી ફક્ત 12 કલાકમાં ઘરની બહાર નીકળનારા પુનિત સુપરસ્ટારે લીધી સુરતની મુલાકાત, જુઓ ગુજ્જુરોક્સ સાથેની ખાસ વાતચીત

Puneet Superstar in Surat: હાલ ટીવી પર બિગબોસ OTT ચાલી રહ્યું છે, જેને દર્શકો ખુબ જ માણી રહ્યા છે, આ શો દેશમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેમસ છે, ત્યારે શોમાં આવતા પ્રતિસ્પર્ધીઓ પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. એવા જ એક કન્ટેસ્ટન્ટ પુનિત સુપરસ્ટાર જે શો શરૂ થવાના પહેલા જ દિવસે શોની બહાર થઇ ગયો હતો. તેને હાલમાં જ સુરતની મુલાકાત લીધી હતી અને સુરત વિશે જે વાત કરી તે સાંભળીને સુરતી લાલાઓ પણ ઝૂમી ઉઠ્યા હતા.

પુનિતે સુરતની મુલાકાત દરમિયાન ખુબ જ ખુશી જાહેર કરી હતી. ગુજ્જુરોક્સ સાથેની વાતચીતમાં તેને કહ્યું કે, “હું સુરતમાં ઘણીવાર આવી ચુક્યો છું. સુરતના લોકો બહુ પ્રેમાળ છે અને સુરતના લોકો બહુ જ માસુમ છે અને સુરતના છોકરાઓ પણ ખુબ જ પ્રેમાળ છે. સુરતના છોકરાઓ એકદમ સ્વચ્છ છે અને સુરતના લોકો પણ એકદમ સાફ અને સ્વચ્છ છે અને ખાવાનું પણ બહુ જ સરસ છે સુરતનું.”

તે આગળ એમ પણ કહે છે કે, “તો મિત્રો ક્યારેય ભારતમાં ક્યારેય પણ ફરવાનો પ્રોગ્રામ હોય કે પછી કોઈપણ શહેરમાં ફરવાનો પ્રોગ્રામ હોય તો સુરત જરૂર ફરજો. જો તમે સુરતમાં નથી ફર્યા તો દુનિયામાં જીવવાનો કોઈ ફાયદો નહિ અને પૈસા કમાવવાનો પણ કોઈ ફાયદો નથી. ”

ત્યારે સોશિયલ મીડિયામાં પુનિતનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને પુનિત સુપરસ્ટાર માટે પણ આ મુલાકાત ખુબ જ યાદગાર બની ગઈ છે. પુનીત સુપરસ્ટાર એક સોશિયલ મીડિયા કોમેડિયન અને પ્રભાવક છે, લોકો તેને તેની અનોખી કોમેડીની શૈલી માટે પ્રેમ કરે છે, પુનીત સુપરસ્ટાર તેની વ્યંગાત્મક કોમેડી માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તાજેતરમાં પુનીત બિગ બોસ OTT 2 માં પણ જોવા મળ્યો હતો પરંતુ તેને 12 કલાકની અંદર શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેનું મૂળ નામ પ્રકાશ કુમાર છે, પુનિત સુપરસ્ટારનો જન્મ 1992 માં બિહાર, ભારતના એક મધ્યમવર્ગીય હિંદુ પરિવારમાં થયો હતો. તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કર્યા પછી પણ, તેમણે કન્ટેન્ટ ક્રિએટર અને યુટ્યુબર તરીકે ઘણી સફળતા મેળવી છે. પુનીત સુપરસ્ટારે 2022 માં તેની YouTube સફર શરૂ કરી હતી અને તેની મનોરંજક સામગ્રીનો આનંદ માણનારા વિશાળ ચાહકો છે.

Niraj Patel