કોરોના મહામારીને કારણે વાળ કાપવાવાળાનો ધંધો ધીમો પડી ગયો છે. ગ્રાહકો સલૂન સુધી આવે તે માટે અલગ અલગ નુસખાઓ અપનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં બિઝનેસ અને દુકાન ચલાવવા માટે અલગ અલગ પ્રકારની જાહેરાત આપવામાં આવે છે.
પૂણેમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. જયાં એક સલૂન ચલાવવા વાળા વ્યક્તિએ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા અનોખો નુસકો અપનાવ્યો છે. તે લોકોને સોનાના રેઝરથી શેવિંગ કરે છે. આ નુસખાને કારણે તેના સલૂન પર શેવિંગ માટે ભીડ જામે છે.આ વ્યક્તિએ 4 લાખમાં સોનાનું રેઝર ખરીદ્યું છે. તેણે જણાવ્યુ કે આ રેઝરમાં 8 તોલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સલૂન માલિકે જણાવ્યુ કે, કોરોના એ અમારા ધંધાને પૂરી રીતે બંધ કરી દીધો હતો. પરવાનગી મળ્યા પછી પણ વધારે લોકો આવી રહ્યા ન હતા. તેણે જણાવ્યુ કે, ગોલ્ડ રેઝરના ઉપયોગનેે કારણે જાણકારી મળ્યા બાદ ગ્રાહકો વધારે જરૂરથી આવશે.
શેવિંગ કરવાના અહીં 100 રૂપિયા લોકો પાસેથી લેવામા આવે છે. લોકોને જયારે આ ખાસિયતની જાણ થઇ તો જોતજોતામાં જ આ સલૂન ચર્ચામાં આવી ગયું. શહેરના કોઇ અન્ય સલૂનની તુલનામાં અહીં ગ્રાહકોની ભીડ વધારે જોવા મળે છે દાઢી કરવા માટે લાઈન લાગે છે તો વેઇટિંગ લિસ્ટ માં નામ લખવું પડે છે.