ગોવામાં પેરાગ્લાઇડિંગ દરમિયાન દર્દનાક અકસ્માત, રસ્સી તૂટવાને કારણે જમીન પર પટકાયા યુવતિ અને ઓપરેટર- થયુ દર્દનાક મોત…જુઓ

ગોવામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન સલામતીના નિયમોની બેદરકારીને કારણે એક દુ:ખદ અકસ્માત થયો. પુણેની એક મહિલા પ્રવાસી અને એક નેપાળી પેરાગ્લાઈડિંગ પાઈલટનું મોત થયું. આ અકસ્માત 18 જાન્યુઆરીના રોજ ક્રી, પ્લેટો, કેરી, પર્નેમમાં થયો, જ્યારે પરવાનગી વિના અને સલામતી સાધનો વિના પેરાગ્લાઈડિંગ કરવામાં આવી રહ્યુ હતુ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ગોવા પોલીસે કેસ નોંધી પેરાગ્લાઈડિંગ કંપનીના માલિકની ધરપકડ કરી છે અને તેના પર ઇરાદા વગર હત્યાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત 18 જાન્યુઆરીના રોજ ગોવામાં થયો હતો, જેમાં પુણેની રહેવાસી 27 વર્ષીય શિવાની અને 26 વર્ષીય નેપાળી પેરાગ્લાઈડિંગ પાયલટ સુમન નેપાળીનું પેરાગ્લાઈડિંગ કરતી વખતે મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે સલામતીના નિયમોની અવગણના અને પરવાનગી વિના પેરાગ્લાઈડિંગને કારણે આ અકસ્માત થયો હતો.

પોલીસે આ કેસમાં FIR નોંધી છે અને પેરાગ્લાઈડિંગ કંપનીના માલિક શેખર રાયઝાદાની ધરપકડ કરી છે. શેખર રાયઝાદા પર આરોપ છે કે તેણે પોતાની કંપનીના પાઇલટને પરવાનગી વગર અને સલામતી સાધનોની વ્યવસ્થા કર્યા વિના વિદેશી પ્રવાસીઓ સાથે પેરાગ્લાઇડિંગ કરવાની મંજૂરી આપી હતી. આ કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા. ગોવાના પોલીસ મહાનિર્દેશકે આ કેસમાં જણાવ્યું કે કંપની અને તેના માલિક વિરુદ્ધ સદોષ માનવવધનો કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી શેખર રાયઝાદાએ જાણી જોઈને પોતાની કંપનીના પાઇલટને લાઇસન્સ વિના પેરાગ્લાઇડિંગ કરવાની મંજૂરી આપી હતી, જેનાથી પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા. અકસ્માતની તપાસ ચાલી રહી છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Previous Article

રીલના ચક્કરમાં ટ્રેન આગળ સૂઇ ગયો 15 વર્ષનો છોકરો, ધડધડ કરીને નીકળી ટ્રેન અને પછી...જુઓ તસવીરો

Next Article

કોણ છે પ્રિયંકા ચોપરાની થવાવાળી ભાભી નીલમ ઉપાધ્યાય જે સિદ્ધાર્થ ચોપરા સાથે ફરશે ફેરા....જુઓ ક્યૂટ તસવીરો

error: Protected Content!