કરીનાના દીકરા તૈમુર અલી ખાનને ટક્કર આપે છે આ ટીવી સેલેબ્સનો દીકરો, જુઓ ક્યુટનેસ વાળી તસવીરો

તૈમુર આ સેલિબ્રિટીના દીકરા સામે લાગે છે ફિક્કો, જુઓ

ધારાવાહિક  ‘દેવો કે દેવ મહાદેવ’ ફેમ પૂજા બેનર્જી અને કુણાલ વર્માના દીકરાની તસવીર જોઇ તમે એકવાર માટે તો એમ કહી દેશો કે તે ક્યુટનેસ મામલે કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરા તૈમુર અલી ખાનને ટક્કર આપે છે.

પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની અને પરિવાર સાથેની તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહેતી હોય છે. તે ઘણીવાર તેના દીકરા સાથેની ઘણી બધી તસવીરો શેર કરે છે.

પૂજા બેનર્જી અને કુણાલ વર્મા ઘણીવાર દીકરા સાથે મસ્તી કરતા જોવા મળે છે અને ક્વોલિટી સમય પણ વીતાવતા જોવા મળે છે.

પૂજાના દીકરાની ક્યુટનેસ અને સ્માઇલ જોઇ ચાહકો તેની તુલના તૈમુર અલી ખાન સાથે કરી રહ્યા છે. કોરોના મહામારીને કારણે પૂજા અને કુણાલ તેમની દીકરાનુ ઘણુ ધ્યાન રાખી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, પૂજા બેનર્જી અને કુણાલ વર્મા છેલ્લા વર્ષે 9 ઓક્ટોબરે એક દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. હવે 9 મેએ તેમનો દીકરો કૃશિવ 6 મહિનાનો થઇ જશે.

પૂજા અને કુણાલ હર મહિને તેમના દીકરાનો બર્થ ડે સેલિબ્રેટ કરે છે. આ મહિને પણ તેઓ કરે તેવી સંભાવના છે.પૂજા તેના લાડલાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

કૃશિવ પણ કેમેરાની સામે ઘણી તસવીરોમાં સ્માઇલ કરતો જોવા મળે છે.સોશિયલ મીડિયા પર કૃશિવની તસવીરો ઘણી વાયરલ થતી રહેતી હોય છે. ચાહકો તો તેની તસવીરો પર કમેન્ટોનો વરસાદ વરસાવતા જોવા મળે છે.

Shah Jina