શતાબ્દી મહોત્સવમાં ખડે પગે સ્વયંસેવકો ઉભા છે મુલાકાતિઓની સેવામાં, પ્રમુખસ્વામી નગરમાં આવનારા લોકોના મુખે જ સાંભળો કેવી છે વ્યવસ્થા, જુઓ વીડિયો

શું છે એવું ખાસ પ્રમુખ સ્વામી નગરમાં કે લોકોને કરી રહ્યું છે તેના તરફ આકર્ષિત ? મુલાકાતીઓના મુખે જ સાંભળો તેમના પ્રતિભાવ.. જુઓ વીડિયો

સતત એક મહિના સુધી અમદાવાદના ઓગણજમાં શતાબ્દી મહોત્સવમાં રોજ લાખો લોકો આવી રહ્યા છે અને અહીંયા એવી વ્યસવ્થા ઉભી કરવામાં આવી છે કે જે પણ અહીંની મુલાકાત લે છે તે અભિભૂત થઇ જાય છે અને તેમને પણ વારંવાર અહીંયા આવવાનું મન થયા કરે છે. અત્યાર સુધી લાખો લોકો અહીંયા આવી ચુક્યા છે અને હજુ પણ 15 જાન્યુઆરી સુધી અહીંયા ઘણા લોકો મુલાકાત લેશે.

અત્યાર સુધી ઘણા નેતા, અભિનેતાઓ, બિઝનેસમેન, કલાકારો પણ આ મહોત્સવની મુલાકાત લઇ ચુક્યા છે અને તેમને પણ પોતાની રીતે આ મહોત્સવને શબ્દોમાં વર્ણવ્યું હતું. ત્યારે હવે મુલાકાત લેનારા લોકોના પ્રતિભાવનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મોટી ઉંમરના લોકો પણ પોતાના અનુભવ વર્ણવતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં એક માજી જણાવી રહ્યા છે કે “75 વર્ષની ઉંમર છે મારી, ગેટ નંબર 7થી ફરી અને બધું જોઈને અમને જરાય પણ થાકનો અનુભવ નથી થયો અને જયારે વેઇટિંગ કરવાનો વારો આવે ત્યારે એવું નથી લાગ્યું કે વેઇટિંગ કરવું પડે છે. એ કરવાનો પણ આનંદ છે અમને” આ માજી પણ આ મુલાકાત દરમિયાન ખુબ જ ખુશ દેખાતા હતા.

આ ઉપરાંત એક ભાઈએ જણાવ્યું કે, “મારે પગનો પ્રોબ્લમ છે છતાં પણ મેં નગર જોયું અને મને કોઈ થાકનો અહેસાસ લાગતો નથી. નગર જોયા પછી મને એમ થાય છે અહીંયા તો બીજીવાર આવવું જોઈએ.” તો એક મહિલાએ પણ અંગ્રેજીમાં પ્રમુખ સ્વામી નગરના ખુબ જ વખાણ પણ કર્યા હતા. તે મહિલા પણ આ નગરને જોઈને ખુબ જ ખુશ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો વીડિયોમાં એક યુવતી પણ આ નગર વિશે કહે છે કે “એકદમ શાંત અને પ્રફુલ્લિત કરી જાય.. મતલબ મેં અત્યાર સુધી આવું ક્યાંય નથી જોયું.” આ ઉપરાંત વીડિયોમાં આ મહોત્સવમાં કરવામાં આવતી વ્યવસ્થા અને સ્વંયસેવકોની મહેનતના પણ દર્શન થતા જોવા મળી રહ્યા છે. હજારો હરિભક્તો મુલાકાતિઓની સેવામાં લાગેલા પણ જોવા મળે છે.

Niraj Patel