અમદાવાદના PSIની દરિયાદિલી : ગરીબ ઘરની અને ફેરિયાની 7 વર્ષની દીકરીને હૃદયમાં કાણું.. PSI બનીને આવ્યા દેવદૂત

અમદાવાદ પોલીસના PSI બન્યા દેવદૂત, ગરીબ ઘરની અને ફેરિયાની દીકરીનું હ્રદયનું ઓપરેશન કરાવી આપ્યું નવું જીવન

અમદાવાદ શહેર પોલીસે “સેવા, સુરક્ષા અને શાંતિના” સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. આવું એટલા માટે કહી શકાય કારણ કે અમદાવાદમાંથી એક પોલીસ અધિકારીની દરિયાદિલી સામે આવી, જેને સાંભળી કદાચ તમારી આંખો ભીંજાઇ જશે. 7 વર્ષિય બાળકીના હૃદયની સારવાર કરાવી એક પોલિસ અધિકારીએ તેને નવું જીવન પ્રદાન કર્યું.

PSI બન્યા દેવદૂત

ગરીબ શ્રમજીવી પરિવારની 7 વર્ષની દીકરી જીવન મરણ વચ્ચે લડી રહી હતી, પરંતુ પરિવાર પાસે એટલા પૈસા નોહતા કે તેની સારવાર કરાવી શકે. બાળકીના પિતા મુકેશ કુશવાહ કે જે મૂળ આગ્રાના છે પણ ઇસનપુરમાં ફુલોની નર્સરીમાં નોકરી કરે છે, તેમની 7 વર્ષિય દીકરી સતત બીમાર રહેતી હોવાના કારણે હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવ્યો તો હદયમાં કાણું હોવાનું જાણવા મળ્યું.

હૃદયમાં કાણું પડેલી બાળકીનું કરાવ્યું ઓપરેશન

જો સમયસર બાળકીની સારવાર ન કરાવવામાં આવે તો તેનો જીવ જઇ શકે એમ હતુ. ત્યારે ઇસનપુર પોલીસ સ્ટેશનના PSI આકાશ વાઘેલા દેવદૂત બનીને આવ્યા. જ્યારે તેઓ ફૂટપાથ પર નર્સરી હટાવવા ગયા ત્યારે તેમણે એક પિતાની વેદના સાંભળી અને તેમનું હદય ભરાઈ આવ્યુ. તેમણે 7 વર્ષની દીકરીની સારવારનો ખર્ચ તો ઉપાડ્યો જ પણ સાથે સાથે પરિવારના ભરણપોષણ માટે પણ તેઓ મદદરૂપ બન્યા.

પોલીસ કમિશનરે પ્રશંસાપત્ર આપીને કર્યુંસન્માન 

PSI આકાશ વાઘેલાએ માનવતા અને કરુણાની છબી રજૂ કરી. તેમણે ઓપરેશનનો ખર્ચ ચૂકવ્યો અને તેઓ આ બાળકીમે દરરોજ હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા જતા અને તેના માતા પિતાની હિંમત વધારતા. ત્યારે આ બાળકી અને તેના પરિવાર માટે ભગવાન અને દેવદૂત બનીને આવેલ PSI વાઘેલાનું પોલીસ કમિશનરે પ્રશંસાપત્ર આપીને સન્માન કર્યું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina