પોરબંદરમાં પશુને લીધે પોલિસ વાનનો અકસ્માત થતા મોતને ભેટ્યા PSI, ઝાબાજ પોલીસ ઓફિસરનું નિધન

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, જેમાં ઘણીવાર કેટલાક લોકો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં એક અકસ્માતમાં PSIનું ઘટનાસ્થળે મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. પોરબંદરમાં વાયરલેસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવતા જેસિંગ જેઠાભાઈ જોગદિયાનું મોત થતા ગુજરાતમાં શોકનું મોજુ ફળી વળ્યું છે. મૃતક PSI ખાતાકીય કામ બાબતે ગાંધીનગરથી પોરબંદર પરત આવી રહ્યા હતા, ત્યારે કુતિયાણા નજીક આ અકસ્માત થયો હતો. મળતી માહિતી અનુસાર, એક પશુને બચાવવા જતા તેઓ અકસ્માતનો શિકાર થયા હતા.

આ અકસ્માત 5 તારીખના રોજ રાત્રે સર્જાયો હતો, જેમાં જે જે જોગદિયા સહિત પોલીસ વિભાગના બુલેરોના ડ્રાઈવર કિશન મકવાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ બંનેને તાત્કાલિક પોરબંદર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં PSI જોગદિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને કિશન મકવાણાની સ્થિતિ ગંભીર હોવાને કારણે તેઓ હાલ ICUમાં છે . આ સમચાર સામે આવતા ગુજરાતના DGP એ પણ જે જે જોગદિયા સહિત તેમના પરિવાર અંગે સંવેદના વ્યક્ત કરી હતી.

તસવીર સૌજન્ય : સંદેશ ન્યુઝ

પીએમ માટે તેમને જામનગર હોસ્પિટલ ખસેડાયા છે. કુતિયાણા નજીક રોધડા ગામના પાટીયા પાસે વહેલી સવારે અચાનક પશુ આડે આવતા પોલીસ વાન વાહન ચલાવી રહેલા કોન્સ્ટેબલ કિશનભાઇએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને તેને કારણે વાન ડીવાઇડર સાથે અથડાઇ હતી. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અનુસુચિત જાતિના આગેવાનો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતા. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રીઓ હોવાનું સામે આવ્યુ છે.

ત્યારે મૃતક શોષિત, વંચિત સમુદાયના વિદ્યાર્થીઓ માટે “મીશન પે બેક ટુ સોસાયટી’ના માઘ્યમથી પોલીસ વિભાગ, ફોરેસ્ટ, આર્મી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુને વધુ યુવાનો અને યુવતીઓ કઇ રીતે સફળતા મેળવી શકે તે અંગે નિઃશુલ્ક જાણકારી તથા ફીઝીકલ ટ્રેનીંગ આપતા હતા. જે જે જોગદિયા ઘણા સમયથી ગરીબ શોષિત અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહી તે માટે કામ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ અને તે બાદ તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Shah Jina