વિદ્યાર્થીઓ સાથે ‘ઝૂમે જો પઠાણ’ પર પ્રોફેસર્સે કર્યો એવો ડાંસ કે જોતા જ રહી જશો…પીળી સાડી વાળી મેડમે તો લૂંટી લીધુ લોકોનું દિલ- જુઓ વીડિયો

યુનિવર્સિટીની પ્રોફેસર પર પણ છવાયો ‘ઝૂમે જો પઠાણ’નો ખુમાર, વિદ્યાર્થીઓ સાથે કર્યો એવે ડાંસ કે…જુઓ વીડિયો

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે કમાણીના મામલે ઘણા રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મના હિંદી વર્ઝને 490 કરોડ કરતા વધારેની કમાણી કરી લીધી છે. જ્યારે વર્લ્ડવાઇડ ફિલ્મે 990 કરોડ કરતા પણ વધારે કમાણી કરી છે. બોલે તો કિંગ ખાનનો જલવો છે ત્યારે તો પબ્લિક ફિલ્મ રીલિઝના 27 દિવસ બાદ પણ સિનેમા હોલ જઇ પઠાણ સાથે ઝૂમી રહી છે.

આટલું જ નહિ સોશિયલ મીડિયા પર પણ પઠાણના ગીતને લઇને તાબડતોડ રીલ્સ બની રહી છે. શાહરૂખ-દીપિકા અને જોનની ફિલ્મનો ક્રેઝ પૂરી દુનિયામાં છવાયેલો છે. ફિલ્મની રીલિઝ બાદ મોટી મોટી હસ્તિઓ અને ચાહકો ફિલ્મના ગીતના ડાંસ મૂવ્સ કોપી કરી સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી રહ્યા છે.

ત્યારે હવે આ કડીમાં દિલ્લી યુનિવર્સિટીના એક કોલેજની મહિલા પ્રોફેસર્સ પણ વિદ્યાર્થીઓ સાથે ફુલ જોશમાં વીડિયો બનાવી રહી છે. આ વીડિયો ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ જેએમસી નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ શાનદાર દ્રશ્ય દિલ્લી વિશ્વવિદ્યાલયના જીજસ મેરી કે કોલેજનું છે,

જ્યાં એક કાર્યક્રમ દરમિયાન કૂલેસ્ટ પ્રોફેસર્સે વિદ્યાર્થીનીઓ સાથે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના સુપરહિટ ગીત ઝૂમે જો પઠાણ પર શાનદાર ડાંસ કર્યો. આ વીડિયોને અત્યાર સુધી 12 લાખથી વધારે વ્યુઝ અને 1 લાખ 19 હજારથી વધારે લાઇક્સ મળી છે. સેંકડો યુઝર્સ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Shah Jina