વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત ! ક્રિકેટ રમતા રમતા ગ્રાઉન્ડ પર જ આવ્યો હાર્ટ એટેક

બારડોલીમાં ક્રિકેટ રમતા રમતા એક જિંદગી આઉટ! કોલેજના પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત – હાર્ટ એટેકથી બચવાની ટિપ્સ જરૂર જોજો, ખુબ કામ આવશે

ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકના મામલા સામે આવે છે, જેમાં નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે. ત્યારે હાલમાં સુરતના બારડોલીમાંથી હાર્ટ એટેકથી વધુ એક ઘટના સામે આવી છે. બારડોલીના માલિબા કોલેજના 30 વર્ષીય પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત થતા ચકચારી મચી ગઇ છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના બારડોલી માલિબા કોલેજમાં ક્રિકેટ રમતી વખતે પ્રોફેસર ઋષભ શાહને હાર્ટ એટેક આવ્યો હતો અને તે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેમણે જીવ ગુમાવ્યો. જણાવી દઇએ કે, ઋષભ શાહ મૂળ માંડવીના રહેવાસી હતા અને હાલ બારડોલી તાલુકાના બાબેન ગામે આવેલ લેક સિટી બાબેનમાં રહેતા હતા.

તેઓ માલિબા કોલેજના બાયોટેક ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે, ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણવા મળશે.

Shah Jina