પ્રિયંકા ચોપડા દીકરીને સાડીના પલ્લુથી ઢાંકી પહોંચી અયોધ્યા, નિક જોનસને ટીકો લગાવવાનો કર્યો ઇશારો, માલતીના ક્યુટ અવાજમાં અયોધ્યા સાંભળતા જ બધા થયા ગદગદ

રામલલાના દર્શન કર્યા બાદ પ્રિયંકાએ શેર કરી તસવીરો, દીકરી બોલી- અયોધ્યા, ક્યુટ વીડિયો જીતી લેશે દિલ

પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતી મેરી અને પતિ નિક જોનાસ સાથે અયોધ્યા રામ મંદિર પહોંચી હતી. તાજેતરમાં જ આ મંદિરના અભિષેક પ્રસંગે પ્રિયંકા અહીં પહોંચી શકી ન હતી, પરંતુ હવે અભિનેત્રી ભારત આવતા જ અયોધ્યાની યાત્રાનું આયોજન કર્યું અને સમગ્ર પરિવાર સાથે રામલલાના દર્શન કરવા પહોંચી. પ્રિયંકા ચોપરાએ આ દરમિયાનની ઘણી સુંદર તસવીરો શેર કરી છે અને કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે.

પરંતુ આ બધામાંથી એક વીડિયો બધાનું સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતીને ખોળામાં લીધેલી જોવા મળી રહી છે અને આ દરમિયાન ભારે પવનને કારણે તે સાડીના પલ્લુથી દીકરીને ઢાંકેલી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પ્રિયંકાએ અયોધા મંદિરની મુલાકાત દરમિયાન ઘણી તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં પરિવારના તમામ સભ્યો પરંપરાગત અંદાજમાં જોવા મળી રહ્યા છે. પ્રિયંકા યલો સાડીમાં તો નિક જોનાસ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. આ ઝલક શેર કરતી વખતે પ્રિયંકાએ કહ્યું- જય સિયા રામ, બાળક અને પરિવાર માટે આશીર્વાદ. પ્રિયંકા માલતીને કેમેરા સામે અયોધ્યા બોલવાનું કહે છે અને માલતી તેના ક્યુટ અવાજમાં અયોધ્યા બોલે પણ છે.

પ્રિયંકાની દીકરીનો આ વીડિયો જોઈને લોકોના દિલ ખુશીથી ભરાઈ ગયા છે. લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરતા થાકતા નથી. ગઈકાલે એટલે કે 20 માર્ચે પ્રિયંકા પતિ નિક અને પુત્રી માલતી મેરી સાથે રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી. આ પછી તેણે રામ મંદિરની કેટલીક તસવીરો શેર કરી.

તસવીરોમાં અભિનેત્રીની પુત્રીએ બધાનું ખેંચ્યુ. એક તસવીરમાં પ્રિયંકાની દીકરી માલતી હાથ જોડેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત તસવીરોમાં પ્રિયંકાની માતા મધુ ચોપરા પણ જોવા મળી રહી છે.

પ્રિયંકાએ તેની દીકરીને આપેલા સંસ્કારની સોશિયલ મીડિયા પર ખૂબ તારીફ થઇ રહી છે. જણાવી દઇએ કે, આ દિવસોમાં પ્રિયંકા બોલિવૂડ અને હોલીવુડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં જ પ્રિયંકાએ પ્રાઇમ વીડિયોની ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

ઈવેન્ટમાં પ્રિયંકાએ તેની ડોક્યુમેન્ટ્રી વુમન ઓફ માય બિલિયનની જાહેરાત કરી, જેમાં દેશની મહિલાઓની વાર્તાઓ બતાવવામાં આવશે જેમણે પોતાના જીવનમાં હિંસાનો સામનો કર્યો છે. અજિતેશ શર્મા દ્વારા નિર્દેશિત ડોક્યુમેન્ટ્રી પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina