રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી પ્રિયંકા ચોપરા, યલો સાડીમાં દીકરીને ખોળામાં ઉઠાવેલી નજર આવી ગ્લોબલ સ્ટાર- જુઓ તસવીરો અને વીડિયો

દીકરીને ખોળામાં ઉઠાવી અયોધ્યા રામલલાના દર્શન કરવા પહોંચી પ્રિયંકા ચોપરા, પતિ નિક જોનસ પણ સાથ આવ્યો નજર

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ભારતમાં છે. હાલમાં જ તેનો પતિ નિક જોનાસ પણ પ્રિયંકાને મળવા ભારત આવ્યો હતો. થોડા દિવસો પહેલા તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન હવે પ્રિયંકા અને નિક જોનાસનો એક વીડિયો અને કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ રામ જન્મભૂમિ અયોધ્યામાં પુત્રી માલતી મેરી સાથે જોવા મળી રહ્યા છે.

મહિનાઓ બાદ ભારત પરત ફર્યા પછી પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે અયોધ્યા રામલલાના દર્શન કરવા પહોંચી. મુંબઈ આવી ત્યારથી પ્રિયંકા ચોપરા ઘણી ઈવેન્ટ્સમાં જોવા મળી છે. સૌથી પહેલા તેણે જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારીના સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. આ સ્ટોર જિયો વર્લ્ડ પ્લાઝા, મુંબઈમાં ખુલ્યો છે.

આ ભારતનો પહેલો બુલ્ગારી સ્ટોર છે. આ પછી પ્રિયંકાએ ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાનનો તેનો કરોડોની કિંમતનો લુક પણ વાયરલ થયો હતો. 19 માર્ચે પ્રિયંકા ચોપરા એમેઝોન પ્રાઇમ વિડીયોના કાર્યક્રમમાં પહોંચી હતી. જ્યાં તેણે તેના પ્રોડક્શન બેનર પર્પલ પેબલ પિક્ચર્સ હેઠળ બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ વુમન ઓફ માય બિલિયનની જાહેરાત કરી.

આ પછી હવે પ્રિયંકા રામલલાના દર્શન કરવા પહોંચી છે. પ્રિયંકા સાથે તેનો પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી પણ છે. અભિનેત્રી અને તેના પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં પ્રિયંકા ચોપરા યલો સાડીમાં જોવા મળી રહી છે.

તેણે દીકરી માલતીને ખોળામાં ઉઠાવી રાખી છે. ઓરેન્જ આઉટફિટમાં માલતી મેરી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જ્યારે નિક જોનાસ સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે.

Shah Jina