પ્રિયંકાએ જણાવ્યુ પતિ નિક જોનસ સવારે ઉઠીને સૌથી પહેલા કરે છે આ કામ

પ્રિયંકાએ તેના બેડરૂમનું સિક્રેટ ખોલ્યું, કહ્યું કે સવાર સવારમાં મને નીકનું આ જોવું ગમે છે…

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ભલે થોડા સમયથી મોટા પડદા પરથી દૂર છે પરંતુ તે અવાર-નવાર સોશિયલ મીડિયા અને ખબરો પર સતત બની રહે છે. જન્મદિવસની ઉજવણી હોય કે પછી રજાના દિવસો પ્રિયંકા પતિ નિક જોનસ સાથે ચર્ચામાં રહે છે. બંને એકબીજાના સિક્રેટને લઇને પણ ઘણીવાર વાત કરે છે.

Image Source

પ્રિયંકાએ પતિ નિક જોનસને લઇને મોટો ખુલાસે કર્યો છે. નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકાએ તેમના વિશે ઘણા મજેદાર ખુલાસાઓ કર્યા છે. પ્રિયંકા ચોપડા નિક જોનસ વિશે આ વાત પર ખુલાસો કરી ચૂકી છે કે તેઓ સવારે ઉઠીને પહેલા શું કરે છે. પ્રિયંકા ચોપડાએ ગયા વર્ષે જ એક ભારતીય અંગ્રેજી સમાચાર સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે તેમના લગ્નથી લઇને નિક જોનસ સાથે જોડાયેલી ખાસ વાતો વિશે ખુલાસાઓ કર્યા હતા.

Image Source

પ્રિયંકાએ નિક જોનસની ખૂબ જ રોમેન્ટિક વાતનો ખુલાસો કર્યો હતો. પ્રિયંકાએ તેના બેડરૂમ સિક્રેટ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યુ હતુ કે, આ થોડુ અજીબ લાગે છે પરંતુ હું ઊંઘીને ઉઠુ એટલે નિક મારા ચહેરાને જોવો પસંદ કરે છે.

Image Source

પ્રિયંકાએ કહ્યુ કે, હું તેમને કહુ કે એક મિનિટ રહો હું આંખોમાં મસકરા અને ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવી લવું કારણ કે મને લાગે છે કે, હું ઉઠુ તો મારી આંખો સૂજેલી રહે છે. ચહેરો પણ ઠીક હોતો નથી. પરંતુ તેમને મને આવી જ જોવી પસંદ છે.

Image Source

પ્રિયંકા આગળ કહે છે કે, જયારે તે મને આવી રીતે જુએ તો થોડું અજીબ લાગે છે અને હું એમ કહુ છે કે, મને ઊંઘ આવે છે. પરંતુ તે હંમેશા મારી ઊંઘ ભરેલી આંખો જોઇને કહે છે કે, આ અદ્ભૂત અને સ્વીટ છે.

Image Source

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ અમેરિકી સિંગર નિક જોનસને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. બંનેએ ડિસેમ્બર 2018માં હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ લગ્ન જોધપુરના ભવન પેલેસમાં થયા હતા. આ ભવ્ય લગ્નમાં દેશ-વિદેશથી ઘણા મહેમાન સામેલ થયા હતા. મહેમાનોના આવવા માટે ખાસ કરીને હેલીપેડ બનાવવામાં આવ્યુ હતુ.

Image Source

પ્રિયંકા અને નિકના ક્રિશ્ચિયન લગ્નમાં 18 ફૂટ ઊંચી કેક બનાવવામાં આવી હતી. નિકે મહેમાનો માટે કુવૈત અને દુબઇથી પોતાના પર્સનલ સેફને બોલાવ્યા હતા.

 

Shah Jina