છૂટાછેડાની ખબરો વચ્ચે પ્રિયંકા ચોપરાએ બધાની સામે પતિ નિક જોનસની લઇ લીધી ફીરકી, ઉંમરમાં અંતરને લઇને કહી દીધી આ વાત

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી પતિ નિક જોનાસની સરનેમ હટાવી દીધી છે. ત્યારથી, ભૂતપૂર્વ મિસ યુનિવર્સ છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં આવી છે. ત્યારે આ વચ્ચે પ્રિયંકા ચોપરાની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા સ્ટેજ પર બેઠેલા પતિ નિક જોનાસ અને તેના ભાઈઓની મજાક ઉડાવતી જોવા મળે છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ પર 10 વર્ષની ઉંમરના તફાવતથી લઈને સફળ કારકિર્દી સુધીની ઘણી બાબતો પર કમેન્ટ કરી છે.

પ્રિયંકાએ તેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તે કહે છે- હું આજે અહીં આવીને ખૂબ જ સન્માનિત મહેસૂસ કરી રહી છું, જ્યાં હું મારા પતિ નિક જોનાસ અને તેના ભાઈઓને રોસ્ટ કરીશ, જેમના નામ હું ક્યારેય યાદ નહીં રાખી શકું. હું ભારતમાંથી આવું છું જ્યાં સંસ્કૃતિ, સંગીત અને મનોરંજનનો ભંડાર છે, તેથી જોનાસ બ્રધર્સ ત્યાં પોતાનું સ્થાન જાળવી શક્યા નથી.

નિક અને મારી ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે, અને 90ના દાયકાના ઘણા પોપ કલ્ચર સંદર્ભો છે જે તે સમજી શકતો નથી અને મારે તેને સમજાવવું પડશે. જે સારું છે કારણ કે અમે એકબીજાને કેટલીક વસ્તુઓ શીખવીએ છીએ. તેણે મને ટિકટોક કેવી રીતે ચલાવવું તે શીખવ્યું અને મેં તેને બતાવ્યું કે સફળ અભિનય કારકિર્દી કેવી હોય છે. પ્રિયંકા આટલું કહે છે અને એટલામાં જ ત્યાં હાજર દર્શકો હસવા લાગે છે. જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન નિક જોનાસનું રિએક્શન પણ જોવા જેવું છે.

તે માત્ર એક નાની ઝલક હતી જેમાં પ્રિયંકાએ નિકની મજાક ઉડાવી હતી. ત્યારે પ્રિયંકા શોમાં નિકના કેટલા બેન્ડ વગાડે છે તે તો હવે જોવાનું રહ્યુ. પ્રિયંકા સિવાય નિકના ભાઈને પણ તેણે ખૂબ રોસ્ટ કર્યો. નિકે પોતાના બચાવમાં કહ્યું કે તે માત્ર એક મીમ છે, પરંતુ સત્ય શું છે તે ફક્ત જોનાસ બ્રધર્સ જ કહી શકે છે.

પ્રિયંકા ચોપરાએ આ શોમાં તેની લોકપ્રિયતાની જોરદાર પ્રશંસા કરી હતી અને તેના પતિની પ્રશંસા કરવામાં કોઈ કસર છોડી ન હતી. અભિનેત્રીએ કહ્યું, ‘શું તમે નોંધ્યું છે કે જોનાસ ભાઈઓ ઑનલાઇન કેટલી સામગ્રી પોસ્ટ કરે છે? તેઓ લગભગ હંમેશા Instagram પર હોય છે… તેમના ફોન ચલાવે છે. હું તમને શા માટે કહીશ. કારણ કે આ ત્રણેયના પણ મારા એકલા જેટલા ફોલોઅર્સ નથી. તેથી મારા મતે, હું સૌથી લોકપ્રિય જોનાસ છું.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

Shah Jina