પ્રિયંકા ચોપડાનો આ ડ્રેસના લીધે ઉડવા લાગ્યો મજાક, તો પ્રિયંકાએ પોતે જ મીમની તસવીરો શેર કરીને કહી દીધી આ વાત

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા હંમેશા તેના અવનવા લુકના કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે ઘણીવાર તેના કપડાને લઈને ટ્રોલ પણ થઇ ચુકી છે. પ્રિયંકા ઘણીવાર એવા કપડાં પહેરે છે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ તેનો મજાક બનાવે છે, અને તેના ઉપર મીમ પણ શેર કરવા લાગે છે, હાલમાં જ પ્રિયંકાએ એક એવો ડ્રેસ પહેર્યો જેના કારણે તેનો ફરીવાર મજાક બનવા લાગ્યો છે.

પ્રિંયકા ચોપડાને આ ડ્રેસની અંદર જોતા જ લોકોનું હસવું રોકાઈ નથી રહ્યું, પ્રિયંકાએ પહેરેલા આ યુનિક ડ્રેસ જોઈને મિમર્સ પણ આગળ આવ્યા અને તેના ઉપર મીમ અને જોક બનવવા લાગ્યા ત્યારે પ્રિયંકાએ પણ ટ્વીટ કરીને તે બધાનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રિયંકાએ આજે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ પોતાના ટ્વીટર ઉપર મીમ શેર કરતા લખ્યું છે કે, “બહુ જ ફની છે.. મારોય દિવસ બનાવવા માટે આભાર મિત્રો.” તેની આ ટ્વીટ પણ હવે ખુબ જ વાયરલ થઇ રહી છે. હજારો લોકો તેને લાઈક અને રીટ્વીટ કરી રહ્યા છે.

પ્રિયંકાએ શેર કરેલા મિમની અંદર જોવા મળી રહ્યું છે કે કોઈએ તેના ઉપર સુતળી બૉમ્બ બનાવ્યો તો કોઈ પોકેમોન, તો કોઈએ હોટ એર બલૂન તો કોઈએ લોલીપોપ.. આ મીમ પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાએ હાલમાં જ પોતાની બુક “અનફિનિશડ” લોન્ચ કરી છે, તેના પ્રમોશન માટે તેને એક લાઈવ સેશન પણ કર્યું હતું. જે દરમિયાન તેને લીલા અને કાળા રંગનો અનોખો ડ્રેસ પહેર્યો હતો. તેને લઈને લોકોએ તેના ઉપર મજેદાર મીમ બનાવવાનું શરૂ કર્યું હતું.

હવે આ મીમને શેર કરવામાં પ્રિયંકા પણ પોતાની જાતને રોકી ના શકી અને તેને પણ સોશિયલ મીડિયા દ્વારા આ મીમ શેર કાર્ય અને મીમ અને જોક્સ બનાવનારનો આભાર પણ વ્યક્ત કર્યો.

Niraj Patel