નિક જોનસને પહેલીવાર નાઇટીમાંં મળી હતી સાસુ મધુ ચોપડા, પ્રિયંકા ચોપડાએ સંભળાવ્યો મજેદાર કિસ્સો

ઓહ બાપ રે, રાત્રે ૧ વાગે પ્રિયંકાના મમ્મી નાઇટી પહેરીને બેઠા હતા અને નિક ઘરમાં આવ્યો પછી…

બોલિવુડથી લઇને હોલિવુડ સુધી તેના અભિનયના દમ પર ધમાલ મચાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહે છે. પ્રિયંકા ઘણીવાર ઇન્ટરવ્યુમાં તેના જીવનના મજેદાર કિસ્સા સંભળાવતી હોય છે.

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની પુસ્તક “ધ અનફિનિશ્ડ” રિલીઝ થયાના થોડા જ કલાકોમાં બેસ્ટ સેલર બની ગઇ હતી. આ પુસ્તકમાં પ્રિયંકાએ તેનાથી જોડાયેલા અનેક રાજ ખોલ્યા છે.

Image source

પ્રિયંકાએ જણાવ્યુ કે, નિક જોનસ સાથે તેની માતાની પહેલી મુલાકાત કેવી રીતે થઇ હતી. પ્રિયંકા ચોપડાએ એક ઇવેન્ટમાં તેની માતા મધુ ચોપડા અને પતિ નિક જોનસની પહેલી મુલાકાતનો કિસ્સો સંભળાવ્યો હતો.

જયપુર લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન એક વર્ચુઅલ સેશનમાં પ્રિયંકાએ જણાવ્યુ કે, પહેલીવાર તેણે તેની માતા અને નિકની મુલાકાત રાતના 1 વાગ્યે કરાવી હતી. તેણે કહ્યુ કે, મેં મારા પેરેન્ટ્સ સાથે નિકનું ઇંટ્રોડક્શન વિચાર્યુ ન હતુ અને એ પણ ભૂલી ગઇ હતી કે, ત્યાં સુધી તો માતા સૂઇ ગઇ હશે. હું તેમને ફોન કરવાનો ભૂલી ગઇ હતી.  કેમ કે રાતના 1 વાગી ગયા હતા. અમે ઘરથી માત્ર 10 મિનિટની દૂરી પર હતા. આ માટે મે જયારે નિકને સાથે લઇ જવાનો નિર્ણય કર્યો, મારુ ઘર આવી ગયુ હતું.

પ્રિયંકાએ આગળ કહ્યુ કે, હું નિકને લઇને ઘરે પહોંચી તો મારી માતા હેરાન રહી ગઇ હતી. એ સમયે રાતના 1 વાગ્યા હતા અને તે નાઇટીમાં હતા. આ મારા માટે પણ ઘણું અજીબ હતું. અમને જોઇને તેમનું રિએક્શન એ હતુ કે, ઓહ ! એક સેકન્ડ. તે બાદ તે બાથરૂમમાં ચાલ્યા ગયા અને લિપસ્ટિક લગાવા લાગ્યા.

Image source

તેમણે મને કહ્યુ કે, તે મને પહેલા કેમ ન કહ્યુ ? હવે હું બહાર નહિ આવું. તેમની આ વાત સાંભળી મેં પણ કહ્યુ કે, જો તમે બહાર આવવા માંગતા નથી તો લિપસ્ટિક કેમ લગાવો છો.

Image source

પ્રિયંકા ચોપડા હાલ પતિ નિક જોનસ સાથે તેમનું લગ્ન જીવન ખુશીથી એન્જોય કરી રહ્યા છે. કપલ ઘણીવાર રોમેન્ટિક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.

Image source

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની પાસે “ટેકસ્ટ ફોર યુ” અને “મેટ્રિક્સ 4” ઉપરાંત કેટલીક હોલિવુડ ફિલ્મો પણ છે. તેણે તેની આગામી બોલિવુડ ફિલ્મ વિશે કોઇ ઘોષણા કરી નથી.

Shah Jina