પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને એક વર્ષ થયું, તેના લગ્ન 1 ડિસેમ્બરના રોજ થયા હતા. લગ્નની પહેલી વર્ષગાંઠ ઉજવવા પ્રિયંકા અને નિક બંને ખુબ જ ઉત્સુક હતા. લગ્નની વર્ષગાંઠના ત્રણ દિવસ પહેલા નિક અને પ્રિયંકાના ઘરે નવું મહેમાન આવ્યું. આ મહેમાન વિશે નિક અને પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું અને એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થયો હતો.
View this post on Instagram
આ વીડિયો નિક જોનસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો અને પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, ‘પ્રી સવાર એક શાનદાર સરપ્રાઈઝ લઈને આવી છે. મળો અમારા નવા મહેમાન ‘ગિનો ધ જર્મન’ને, સવારે તેને જોયા પછી હું હસી રોકી શકતો જ નથી, હવે ખબર પડી કે એવું કેમ થઇ રહ્યું છે,
ધન્યવાદ પ્રિયંકા.’ નિકની આ પોસ્ટમાં પ્રિયંકાએ કોમેન્ટ કરી છે અને તેને આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે.
પ્રિયંકાએ આ વીડિયો શેર કરતા લખ્યું, ‘એક જ ફ્રેમમાં ઘણી બધી ક્યુટનેસ, લગ્નની વર્ષગાંઠના ખુબ જ અભિનંદન.’ નિક જોનસે થોડા દિવસ પહેલા જ જણાવ્યું હતું કે તેઓ પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ કેવી રીતે ઉજવવાના છે.નિકે એક ઈન્ટરવ્યુંમાં વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘હું હાલમાં કઈ જણાવી શકું તેમ નથી કે હું લગ્નની વર્ષગાંઠ કેવી રીતે ઉજવીશ કેમ કે એ પ્રિયંકા માટે સરપ્રાઇઝ છે.
એવું બની શકે કે પ્રિયંકા આ જોઈ રહી હોય, તેથી હું નથી ઈચ્છતો કે મારો કોઈ પણ પ્લાન ખરાબ થાય. હું થોડાક દિવસ માટે ટુર પરથી રજા લઈશ.’
View this post on Instagram
આ કપલે 1 અને 2 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી અને હિન્દુ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. હિન્દૂ રિવાજો અનુસાર થયેલા લગ્નમાં પ્રિયંકાએ લગ્નનો લાલ પોશાક પહેર્યો હતો અને નિકે શેરવાની પહેરી હતી. તેમના લગ્નમાં અંબાણી પરિવાર પણ લગ્નમાં હાજર રહ્યો હતો.
View this post on Instagram
પ્રિયંકા-નિકના લગ્ન ક્રિશ્ચિયન અને હિન્દુ રિવાજો બંને સાથે થયાં હતાં. પ્રિયંકાએ લગ્નને પ્રાઇવેટ રાખ્યા હતા અને બે દિવસ પછી જ તેના લગ્નની તસ્વીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.
View this post on Instagram
4 ડિસેમ્બરે પ્રિયંકા-નિકે દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં પ્રિયંકા ગોલ્ડન કલરના લહેંગા સાથે ચૂડા પહેરીને ખૂબ જ સુંદર દેખાઈ હતી. આ પછી, મુંબઈમાં એક રિસેપ્શન પણ આપવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડની તમામ મોટી હસ્તીઓ આવી હતી. સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.
View this post on Instagram
Video:
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.