7 વિશાળ બેડરૂમ અને 11 ભવ્ય બાથરૂમ, અંદરથી આવું દેખાય છે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો આલીશાન બંગલો

પ્રિયંકા ચોપરા સરોગસી દ્વારા હાલમાં જ એક બાળકની માતા બની છે. શનિવારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમના ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા. સરોગસી દ્વારા નિક-પ્રિયંકાના ઘરે બાળક આવ્યુ છે. પ્રિયંકા અને નિકે પોતપોતાની પોસ્ટમાં લખ્યું – અમને એ વાતની પુષ્ટિ કરતા ખૂબ જ આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા બાળકનું સ્વાગત કર્યું છે. અમે આ ખાસ સમય દરમિયાન આદરપૂર્વક પ્રાઇવસીની માંગ કરીએ છીએ. અમારે અમારા પરિવાર તરફ ધ્યાન કેન્દ્રિત કરવું છે. ખુબ ખુબ આભાર. તમને જણાવી દઈએ કે આ કપલ લોસ એન્જલસમાં રહે છે. અહીં તેમનો આલીશાન બંગલો છે, જે અંદરથી દેખાવમાં કોઈ મહેલથી ઓછો નથી.

કદાચ ઓછા લોકો જાણતા હશે કે આ બંગલો નિકે પત્ની પ્રિયંકાને ગિફ્ટ કર્યો હતો. આ બંગલાની કિંમત પણ કરોડોમાં છે. ત્યાં, હવે પ્રિયંકા-નિકનું બાળક પણ આ આલીશાન બંગલામાં રહેશે. નિક્યંકાનું આ ઘર કોઈ લક્ઝરી પેલેસથી ઓછું નથી. આ ઘર લગભગ 20,000 સ્ક્વેર ફૂટમાં બનેલું છે. આ બંગલાની કિંમત લગભગ 150 કરોડ રૂપિયાની નજીક છે. પ્રિયંકા ચોપરાનું આ ઘર બહારથી જેટલું સુંદર છે તેના કરતાં અંદરથી વધુ સુંદર છે.

નિક અને પ્રિયંકાના ઘરની ડિઝાઇન ઘણી અલગ છે. આ બંગલામાં 7 બેડરૂમ, 11 બાથરૂમ, મૂવી થિયેટર, બાર, ઇન્ડોર બાસ્કેટબોલ કોર્ટ અને સ્વિમિંગ પૂલ છે. આ બંગલો બહારથી જેટલો સુંદર છે તેના કરતાં અંદરથી વધુ લક્ઝુરિયસ છે. નિક અને પ્રિયંકાના ઘરની ડિઝાઇન ઘણી અલગ છે. આ ઘર ભીડભાડવાળી જગ્યાથી દૂર છે. તે સુંદર ખીણો અને હરિયાળીથી પણ ઘેરાયેલું છે.આ ઘરમાં એક વૈભવી જીમ, મૂવી થિયેટર, બાર, ગેમ રૂમ, ઇન્ડોર બાસ્કેટબોલ કોર્ટ, બોલિંગ એલી, ઇન્ફિનિટી પૂલ, લૉન અને અલગ બેઠક વ્યવસ્થા પણ છે.

પ્રિયંકાના આ ઘરમાંથી પ્રકૃતિનો સુંદર નજારો લઈ શકાય છે. તેમાં એક લિવિંગ રૂમ અને લાંબું ડાઇનિંગ ટેબલ છે, જેમાં પ્રિયંકા અને નિક જોનાસના પરિવારના સભ્યો આરામથી બેસીને જમી શકે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ઓગસ્ટમાં સમાચાર આવ્યા હતા કે નિક હવે પ્રિયંકા સાથે રહેવા માટે એક સુંદર ઘર શોધી રહ્યો છે. નિક અને પ્રિયંકાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. સપ્ટેમ્બરમાં વોગને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ તેના નવા ઘર વિશે પણ વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘નવું ઘર ખરીદવું અને બાળકો પેદા કરવા એ મારા ટુ ડુ લિસ્ટમાં સામેલ છે. મારા માટે ઘર એ જગ્યા છે જ્યાં હું ખુશ છું.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પહેલી વાર 2015માં મળ્યા હતા. બાદમાં મેટ ગાલામાં બંને વચ્ચે નિકટતા વધી હતી. અહીંથી બંનેએ નંબર એક્સચેન્જ કર્યા અને વાતચીત શરૂ થઈ.પ્રિયંકા ચોપરાને નિક દ્વારા ગ્રીસમાં પ્રપોઝ કરવામાં આવ્યું હતું. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે લગભગ ત્રણ વર્ષના અફેર પછી ડિસેમ્બર 2018માં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા. આ લગ્ન હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ થયા હતા.

સાત ફેરા લેતી વખતે પ્રિયંકાએ લાલ લહેંગા પહેર્યો હતો. આ સાથે તેણે જ્વેલરી કેરી કરી હતી.. ત્યાં, ક્રિશ્ચિયન લગ્નમાં, તેણે સફેદ ગાઉન પહેર્યુ હતુ. તે બંને લુકમાં ખૂબ જ સુંદર લાગતી હતી. પ્રિયંકા ચોપરા ફિલ્મોમાં અભિનય ઉપરાંત ફિલ્મ પ્રોડ્યુસ પણ કરે છે. અભિનેત્રીનું પર્પલ પેબલ્સ પિક્ચર્સ નામનું પ્રોડક્શન હાઉસ છે. આ બેનર હેઠળ તેણે વેન્ટિલેટર, સર્વન, પહુના, ફાયરબેન્ડ, પાણી, ધ સ્કાય ઇઝ પિંક, ધ વ્હાઇટ ટાઇગર જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હવે તે બોલીવુડ કરતા હોલીવુડ પર વધુ ધ્યાન આપી રહી છે.

પ્રિયંકા ચોપરા, જેણે યુપીના એક નાનકડા શહેર બરેલીથી લઇને બોલિવુડ અને હોલીવુડ સુધીની સફર કરી છે. તેણે તેના જીવનમાં તે બધું પ્રાપ્ત કર્યું જે દરેકના બસની વાત નથી. જ્યારે પ્રિયંકાએ મોડલિંગ કર્યું ત્યારે તેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો અને જ્યારે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહોંચી તો તેણે ત્યાં પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા.

પ્રિયંકા હવે હોલિવૂડમાં પોતાની ફ્લેર દેખાડી રહી છે. પ્રિયંકા તેના પ્રોફેશનલ કરિયરને લઈને જેટલી ચર્ચામાં છે તેટલી જ તે પોતાની લાઈફસ્ટાઈલને લઈને પણ હેડલાઈન્સ બનાવે છે.લગ્ન બાદ પ્રિયંકા નિક જોનાસ સાથે ન્યૂયોર્ક શિફ્ટ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા છેલ્લે ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’માં જોવા મળી હતી. તેમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ છે.

Shah Jina