ગંદા કામોમાં ખરાબ રીતે ફસાઇપૂર્વ મિસિસ ઇંડિયા રાજસ્થાન, બિઝનેસમેનને ગંદી ગંદી CD બતાવી લેતી હતી કરોડો

હાઈફાઈ લાઈફ જીવતી ‘મિસિસ ઈન્ડિયા રાજસ્થાને’ બિઝનેસમેન જોડે બાંધ્યા અંગત સંબંધ, પછી કર્યું ગંદુ કામ- જાણો વિગત

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક બિઝનેસમેનને પ્રેમજાળમાં ફસાવી અને પછી રેપના નામ પર બ્લેકમેલિંગ કરવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પોલિસે આ મામલે ખુલાસો કરતા હનીટ્રેપના આ મામલે મુખ્ય આરોપી મિસિસ ઇંડિયા રાજસ્થાન પ્રિયંકા ચૌધરીની ધરપકડ કરી લીધી છે. મિસિસ ઇંડિયા રાજસ્થાન કોન્ટેસ્ટની 2019ની વીનર પ્રિયંકા ચૌધરી વિરૂદ્ધ પોલિસે તપાસ શરૂ કરી છે.

જયપુર શ્યામ નગર પોલિસ સ્ટેશનના એએસઆઇ અનુસાર, પોલિસ આરોપી મહિલા સાથે પૂછપરછ કરી રહી છે. તે મૂળરૂપથી ઉત્તર માર્ગ જયપુરની રહેવાસી છે. તેનો પતિ રાજસ્થાન પોલિસમાં હેડ કોન્સ્ટેબલ છે. યુવતિની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં મહિલાના શિકાર થયેલા વેપારી પોશ પાર્શ્વનાથ  કોલોનીમાં રહે છે. તેમણે યુવતિ વિરૂદ્ધ 3 જૂનના રોજ ફરિયાદ દાખલ કરાવી હતી.

વેપારીએ જણાવ્યુ કે, પ્રિયંકા ચૌધરી તેના પતિ સાથે વર્ષ 2016માં તેના ઘરે આવી હતી. જયાં તેણે પોતાને તેમના ગામની પાસે બતાવીને મકાન ભાડા પર લીધુ હતુ. ધીરે ધીરે તેણે મિત્રતા કરી અને પારિવારિક સંબંધ પણ બનાવી લીધો.

જયારે પ્રિયંકાને ખબર પડી કે આ વેપારી પાસે તો બહુ પૈસા અને જમીન છે તો તે તેનાથી સંપર્ક વધારવા લાગી. તે બાદ કેટલીક વાર મજબૂરીનું બહાનુ જણાવી અવાર નવાર રૂપિયાની માંગ કરવા લાગી. આવી રીતે તેણે વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા. તે જયારે પણ પૈસા માંગતા ત્યારે તેમને સીડી બતાવી બ્લેકમેલ કરી ફસાવવાની ધમકી આપતી હતી.

તમને જણાવી દઇએ કે, પ્રિયંકા ચૌધરીને રાજસ્થાનમાં કોઇ ઓળખની જરૂર નથી. તે મિસિસ રાજસ્થાન પણ રહી ચૂકી છે. પ્રિયંકા ચૌધરી એક હેડ કોન્સ્ટેબલની પત્ની હોવા છત્તાં લગ્ઝરી લાઇફ જીવી રહી હતી. તેની બંને દીકરીઓ શહેરની ખૂબ જ મોંઘી સ્કૂલમાં ભણી રહી છે.

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, કેટલાક દિવસથી પ્રિયંકા સતત ધાસીલાલ ચૌધરીને એક મોટો ભુખંડ તેના નામે કરાવવાની ધમકી આપી રહી હતી. આ વાતને લઇને વિવાદ વધ્યો અને પોલિસ સુધી પહોંચ્યો.

Shah Jina