ખબર

લખનઉ થપ્પડ ગર્લનો વધુ એક ખુલાસો : પ્રિયદર્શનીએ કહ્યું ‘એકતરફી પ્રેમમાં કોઈ પાગલ યુવક મને જબદસ્તી કરી રહ્યો છે…’

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં કેબ ડ્રાઈવરને થપ્પડ મારીને પ્રખ્યાત બનેલી પ્રિયદર્શિનીએ હવે ફરી એકવાર નિવેદન આપ્યું છે. પ્રિયદર્શિનીએ કહ્યું છે કે છેલ્લા 6 મહિનાથી કોઈ તેની પાછળ પડી રહ્યું છે. તેણે કહ્યું કે તે વાતને નકારી શકાય નહીં કે તે એક તરફી પ્રેમની બાબત હોય પરંતુ તે મને જબરદસ્તી મેળવવા માંગે છે.


તેણે  કહ્યું કે હું જ્યાં પણ જઉં છુ મને એવું લાગે છે કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે. મેં ઘણી વાર એક છોકરાને મારી પાછળ આવતા જોયો છે પરંતુ હું તેને ઓળખી શકી નથી. પ્રિયદર્શિનીનું  કહેવુ છે કે આ પહેલા પણ ઘણી વખત એવું બન્યું છે કે લોકો મને ફોલો કરે. જોકે તે બીજી બાબત છે કે મને કોઈની માટે આવી લાગણી નથી.

કેબ ડ્રાઈવર વિરુદ્ધ  કેસ પર બોલતા પ્રિયદર્શિનીએ કહ્યું કે આ બાબતોને કારણે મને ઘણું નુકસાન થયું છે, મારી છબી ખરાબ થઈ છે. પ્રિયદર્શિનીએ કહ્યું કે જો કેબ ડ્રાઈવર ઈચ્છે તો હું તેની સાથે પેચ અપ કરી શકું છું અને કેસ પાછો પણ લઈ લઈશ. તેણે કહ્યું કે જો તે કેસ લડવા માંગે છે, તો હું નિર્ણય લઈશ અને તેને હરાવીને જ માનીશ. તેણે કહ્યું કે મારી બદનામીના કારણે હું તેની સાથે સમાધાન કરવા તૈયાર છું.

પ્રિયદર્શિની છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં બનેલી છે. એ બીજી બાબત છે કે પ્રિયદર્શન પર સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના મીમ્સ બનાવવામાં આવ્યા છે અને તેમને ટ્રોલ કરવામાં આવી છે.  જણાવી દઈએ કે પ્રિયદર્શિનીએ  કેબ ડ્રાઈવરને 22 થપ્પડ માર્યા હતા. આ પછી, તેને સોશિયલ મીડિયામાં થપ્પડ વાળી છોકરીનું નામ આપવામાં આવ્યું.

પ્રિયદર્શિની યાદવે કહ્યું કે જો પોલીસે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું હોત તો તે થપ્પડ વાળી છોકરી ન બની હોત અને તે સમયે કેબ ડ્રાઈવરને મારતી પણ નહિ, કારણ કે પોલીસ અને કાયદો તેમનું કામ કરતા હતા નહિ, આ કારણે કાયદો હાથમાં લઈને થપ્પડ માર્યા હતા.