આ ભારતીય ક્રિકેટરની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પ્રાચીએ મચાવી ઇન્ટરનેટ પર સનસની, પ્રાચી સિંહની ગ્લેમરસ તસવીરો કરી દેશે મદહોશ

ટીમ ઇન્ડિયાના બલ્લેબાજ પૃથ્વી શો માત્ર શાનદાર બલ્લેબાજી નહિ પરંતુ કથિત અફેરને લઇને પણ ચર્ચામાં રહે છે. તેમની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહ પણ ઇશારામાં આ યુવા ક્રિકેટર પર પ્રેમ વરસાવતી જોવા મળે છે. ખબરો અનુસાર, પ્રાચી સિંહ અને પૃથ્વી શો સતત એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, બંનેએ આ વિશે ખુલીને કંઇ કહ્યુ નથી. પરંતુ પૃથ્વી અને પ્રાચીની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝથી તેમના નજીક હોવાનો અંદાજ લગાવવામાં આવી શકે છે.

દુનિયામાં પૃથ્વી શો પોતાની રમતને લઇને જેટલો મશહૂર છે તેટલી જ ચર્ચા તેના પ્રેમની પણ ઉડવા લાગી છે. અભિનેત્રી પ્રાચી સિંહ સાથે તેના ઇશ્કની ખબર ઘણી ફેલાયેલી છે. આઇપીએલ 2020 સીઝન પહેલા અને તે દરમિયાન પૃથ્વી શોની અભિનેત્રી પ્રાચી સાથે ડેટિંગની ખબરો ઉડી હતી. બંનએ એકબીજાના ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ પણ કરી હતી. જયારે પ્રાચીએ તો પૃથ્વીની તસવીર સ્ટોરીમાં શેર કરી હતી.

આઇપીએલ 2020 દરમિયાન પૃથ્વીએ કોચ રિકી પોંટિંગ અને સાથી ખેલાડીઓ સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. તે તસવીરો પર પ્રાચીએ કમેન્ટ કરતા કહ્યુ, હાહાહા. હું આ સ્માઇલને યાદ કરી રહી છું, ક્યુટી અને પહેલાથી ઘણુ વધારે. તે બાદથી જ બંનેના અફેરની ખબરો સામે આવવા લાગી હતી.

પૃથ્વી શો અને પ્રાચી સિંહ બંને તેમની ફિલ્ડમાં હજી નવા છે. પૃથ્વીએ 8 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ છે, જયારે પ્રાચી એક ટીવી શોમાં જોવા મળી છે. જો કે, સોશિયલ મીડિયા પર તેમની વાતચીત પર બધાની નજરો રહે છે. પ્રાચી સિંહ ત્યારે ચર્ચામાં આવી જયારે તે કલર્સ ટીવી શો “ઉડાન”માં વંશિકાની ભૂમિકામાં જોવા મળી. તે આ શોમાં વર્ષ 2019માં સામેલ થઇ હતી.

પ્રાચી સિંહનો જન્મ 22 જુલાઅ 1995ના રોજ મુંબઇમાં થયો હતો. તેણે મુંબઇ યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. તે વર્ષ 2019માં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકી ચૂકી છે. તે એક અભિનેત્રી સાથે સાથે ડાંસર પણ છે.

પ્રાચી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર સોશિયલ મીડિયા પર ડાંસ વીડિયો તેમજ ગ્લેમરસ અને હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. જેને ચાહકો ઘણી પસંદ કરે છે. તે ઘણી ફેશનેબલ છે. તે સ્ટાઇલિશ કપડામાં ફોટોશૂટ કરાવવુ ઘણુ પસંદ કરે છે.

આઇપીએલ 2021 દરમિયાન જયારે પૃથ્વી શોએ દિલ્લી કેપિટલ્સ માટે શાનદાર પારી રમી અને સારો સ્કોર કર્યો ત્યારે પ્રાચીએ તેને લઇને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી. વિજય હઝારે ટ્રોફીમાં પૃથ્વી શોએ સૌથી વધુ રન બનાવ્યા હતા. આ દરમિયાન પ્રાચીએ બધા મોકા પર તેની પ્રશંસા કરી.

 

View this post on Instagram

 

A post shared by Prachi Singh (@prachisingh2202)

પ્રાચી સિંહે થોડા સમય પહેલા જ સ્વિમિંગ પુલની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે મૈજેંટા કલરની બિકિ પહેરેલી જોવા મળી હતી. આ તસવીરે તો ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી.

Shah Jina